સમાચાર

અમરેલી જિલ્‍લાનાં ગ્રામ્‍યથી લઈને રાષ્‍ટ્રીય ધોરી માર્ગો અતિ ભયજનક

અમરેલી જિલ્‍લાનાં માટે શરમજનક ઘટના

ગ્રામ્‍યથી લઈને રાષ્‍ટ્રીય ધોરી માર્ગો અતિ ભયજનક

બિસ્‍માર માર્ગોનાં કારણે થતા અકસ્‍માતોથી અમૂલ્‍ય જિંદગીઓ છીનવાઈ રહી હોય કોઈને કાંઈ પડી નથી

પેટ્રોલ-ડીઝલ પર આકરો કરવેરા વસૂલ્‍યા બાદ પણ સરકાર માર્ગોની સુવિધા આપવામાં નિષ્‍ફળ

સત્તાધારી પક્ષનાં આગેવાનો વિકાસની ગુલબાંગો બંધ કરીને માર્ગોની સમસ્‍યા દૂર કરવામાં ઘ્‍યાન આપે તે જરૂરી છે

અમરેલી, તા.ર0

અમરેલી જિલ્‍લાના વાહન ચાલકો બિસ્‍માર માર્ગોથી ત્રાહીમામ પોકારી ચૂકયા છે. ગ્રામ્‍ય વિસ્‍તાર હોય કે ગ્રામ્‍ય માર્ગો, શહેરી વિસ્‍તાર હોય શહેરી માર્ગો, રાજય ધોરી માર્ગ હોય કે હોય રાષ્‍ટ્રીય ધોરી માર્ગ જિલ્‍લાના મોટાભાગના માર્ગો સામાન્‍ય વરસાદમાં ધોવાઈ જતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

વાહન ચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલમાં એક લિટરે રૂપિયા પ0 જેવો ટેક્ષ સરકારને ચૂકવવામાં આવે છે. વાહન ખરીદતી વખતે પણ ર0 થી 30 ટકા જેટલો જુદા-જુદા પ્રકારે ટેક્ષ આપવામાં આવી રહયો છે. તેમજ સવારના સમયે ટૂથપેસ્‍ટથી લઈને રાત્રીના સમયે ગુડનાઈટસુધીની જીવન જરૂરી તમામ ચીજવસ્‍તુઓની ખરીદીમાં પણ ટેક્ષ આપવામાં આવી રહયો છે. છતાં પણ સરકાર દ્વારા જનતાને સારા માર્ગની સુવિધા આપવામાં આવતી નથી.

કોઈ વાહન ચાલક પાસે લાયસન્‍સ, પિયુષી કે વીમો, હેલ્‍મેટ તેમજ માસ્‍ક ન પહેર્યું હોય તો પણ દંડ વસુલવામાં આવે તો માર્ગ બિસ્‍માર હોય તો જવાબદાર વિભાગના અધિકારીઓને દંડ કરવાનું કેમ સરકાર કાંઈ વિચારતી નથી.

જિલ્‍લાના સરપંચથી લઈને સાંસદ સુધીના પદાધિકારીઓ અને તલાટી મંત્રીથી લઈ ઉચ્‍ચ અધિકારીઓ સુધી સૌએ જનતા જનાર્દનને સુવિધા આપવામાં આવે તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થઈ રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: