સમાચાર

અમરેલીનાં વતની અશોક ગજેરાને પારિતોષિક એનાયત

મુંબઈ ખાતે જાતમહેનતે ડાયમંડ કિંગ બનનાર

અમરેલીનાં વતની અશોક ગજેરાને પારિતોષિક એનાયત

મહારાષ્‍ટ્રનાં મુખ્‍યમંત્રી ઉઘ્‍ધવ ઠાકરે સહિતનાં આગેવાનોએ શુભકામના પાઠવી

જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનાં લઘુબંધુ ઉપર દેશ-વિદેશમાંથી અભિનંદનવર્ષા થઈ રહી છે

અમરેલી, તા. 18

અમરેલીનાં વતની તથા કેળવણીકાર, વતનના રતન વસંતભાઈ ગજેરાના લઘુબંધુ એવા લક્ષ્મી ડાયમંડ કાું. પ્રા.લિ.-મુંબઈનાં એમડી તથા જેમ્‍સ એન્‍ડ જવેલરી પ્રમોશન કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયામાં મહારાષ્‍ટ્ર રિજીયનમાં ચેરમેનના પદ પરરહેલા યુવા હિરા ઉદ્યોગપતિ ડાયમંડંિકગ અશોકભાઈ ગજેરાને જેમ્‍સ એન્‍ડ જવેલરી કાઉન્‍સિલ ઘ્‍વારા કાઉન્‍સિલનાં ચેરમેન પ્રમોદ અગ્રવાલનાં હસ્‍તે અશોકભાઈ ગજેરાના શિક્ષણ, પર્યાવરણ, જરૂરિયાતમંદોને મદદ, લોકડાઉનનાં સમયમાં રત્‍ન કલાકારો, જવેલરી કારીગરો, નાના ફેકટરી માલિકો વિગેરેને કાઉન્‍સિલનાં માઘ્‍યમથી મદદરૂપ થઈને સમગ્ર કાઉન્‍સિલનાં ચારે ઝોનમાં મહારાષ્‍ટ્ર ઝોનમાં ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્‍તિપત્ર આપીને સન્‍માનિત કરાયા હતા.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, અશોક ગજેરા 199રથી ફેમીલી ટ્રસ્‍ટ કેળવણીકાર વસંતભાઈ ગજેરા ઘ્‍વારા સ્‍થાપિત ગજેરા ટ્રસ્‍ટ, ગજેરા સંકુલ, શાંતાબા મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ તથા વિદ્યાસભા વિકાસ વિભાગમાં પણ ટ્રસ્‍ટી છે તથા જરૂરિયાતના સમયમાં તેમના ઘ્‍વારા ખૂબ જ મોટો આર્થિક સહયોગ મળે છે. ત્‍યારે જેમ્‍સ એન્‍ડ જવેલરી કાઉન્‍સિલમાં રિઝિયન ચેરપર્સન તરીકેની અશોકભાઈ ગજેરાની કામગીરીને મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉઘ્‍ધવ ઠાકરેએ પણ મુકતમને પ્રસંશા કરીને ગજેરાને અભિનંદન આપ્‍યા હતા. અમરેલીના વતની અશોક ગજેરાની આ સિઘ્‍ધિથી સમગ્ર જિલ્‍લામાં ખુશી પ્રસરી ગઈ છે તથા અશોક ગજેરા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

error: Content is protected !!
%d bloggers like this: