સમાચાર

કોરોનાકાળમાં કાનૂડાનો જન્‍મોત્‍સવ સાદગીથી ઉજવાશે

વર્ષોથી યોજાતા લોકમેળા વગર બાળકોને સૂનુસૂનુ લાગે છે

કોરોનાકાળમાં કાનૂડાનો જન્‍મોત્‍સવ સાદગીથી ઉજવાશે

છેલ્‍લા 100 વર્ષમાં કયારેય પણ શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ સાદાઈથી નથી ઉજવાયો તે વાસ્‍તવિકતા છે

જન્‍માષ્‍ટમીનાં પર્વે પ્રવાસનાં શોખીનોને પણ ઘરમાં બેસી રહેવાની નોબત આવી છે

કોરોનાકાળને લઈને કાળા માથાનો માનવી સાવ પામર બની ગયો હોય તેવું ચિત્ર સ્‍પષ્‍ટ થઈ રહૃાું છે

અમરેલી, તા. 11

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લી એક સદીમાં ન થઈ હોય તે રીતે કાનુડાનાં જન્‍મોત્‍સવની ઉજવણી શરૂ થઈ છે. લોકમેળાનું આયોજન થયું નથી, શિવાલયો, હવેલીઓ, સ્‍વામીનારાયણ મંદિરો સહિત તમામ ધાર્મિક સ્‍થળોએ માનવભીડ એકત્ર ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે.

સામાન્‍ય રીતે જન્‍માષ્‍ટમીનાં પર્વે 4થી પ દિવસની રજાનો માહોલ સ્‍વયંભુ ઉભો થતો હોય પ્રવાસનાં શોખીનો સોમનાથ, દ્વારકા, સાસણગીર, દિવ, ગોવા, આબુ સહિતનાં ધાર્મિક અને પ્રવાસન સ્‍થળોએ સહેલગાહે ઉપડી જતાં હોય છે.

પરંતુ કોરોનાની મહામારીએ અમરેલી જિલ્‍લામાં અજગર ભરડો લીધો છે. 700 જેટલા વ્‍યકિતઓને કોરોના લાગુ થઈ જતાં જિલ્‍લાની જનતામાં ફફડાટનો માહોલ જોવા મળી રહૃાો છે.

લોકમેળા વગર બાળકોને સુનુસુનુ લાગે છે તો મંદિરો અને હવેલીઓમાં શાંતિનો માહોલ હોવાથી વૃઘ્‍ધોને ગમતું નથી તોસદાબહાર ગણાતા યુવાનો તો છેલ્‍લા પાંચ મહિનાથી મુકતપણે જીવી શકતા નથી. માત્ર મોબાઈલનો ઉપયોગ વધારીને સમય પસાર કરી રહૃાા છે તો વેપારીઓ પણ વેપાર-ધંધા વગર કંટાળી ગયા છે.

error: Content is protected !!
%d bloggers like this: