સમાચાર

અમરેલી શહેરમાં કોરોનાનાં એક જ દિવસમાં 1ર કેસ : જિલ્‍લામાં કુલ 30 કેસ

કુલ આંક 716, સારવારમાં ર47, ડિસ્‍ચાર્જ 4પ0, મૃત્‍યુ 19

અમરેલી શહેરમાં કોરોનાનાં એક જ દિવસમાં 1ર કેસ : જિલ્‍લામાં કુલ 30 કેસ

છેલ્‍લા એક અઠવાડીયામાં કોરોનાનાં કેસમાં જબ્‍બરો ઉછાળો

અમરેલી, તા. 11

અમરેલી શહેરમાં આજે એક જ દિવસમાં અત્‍યાર સુધીમાં સૌથી વધુ 1ર કેસ સામે આવ્‍યા છે. જિલ્‍લામાં આજે વધુ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્‍લામાં આજસુધીમાં કુલ આંક 716, સારવારમાં ર47, ડિસ્‍ચાર્જ 4પ0 અને કુલ મૃત્‍યુ આંક 19 સુધી પહોંચી ગયો છે.

આજે અમરેલીમાં ગિરીરાજનગર-4નાં 40 વર્ષીય પુરૂષ, સુખનાથપરા-4નાં 70 વર્ષીય મહિલા, 30 વર્ષીય પુરૂષ, જેશીંગપરાનાં અંબિકાનગરનાં ર6 વર્ષીય પુરૂષ, રેલ્‍વે સ્‍ટેશન સામેનાં 80 વર્ષીય પુરૂષ, સ્‍વામીનારાયણનગર-રનાં પ0 વર્ષીય પુરૂષ, વેસ્‍ટર્નપાર્કનાં પ1 વર્ષીય પુરૂષ, સિઘ્‍ધાર્થનગર-1નાં 3પ વર્ષીય પુરૂષ, જેશીંગપરા-3નાં પ8 વર્ષીય પુરૂષ, કપોળ બોર્ડિંગ નજીકનાં 40 વર્ષીય પુરૂષ, ઘાંચીવાડનાં 6ર વર્ષીય મહિલા તેમજ ચલાલા, ભુરખીયા, વડિયા, લાઠી, ખાંભા, સાવરકુંડલા, બગસરા,રાજુલામાંથી પણ કોરોનાનાં દર્દીઓ સામે આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: