સમાચાર

આજે સ્‍ટાન્‍ડર્ડ દુકાનોએથી ફરાળી વાનગી ખરીદજો

અમુક લેભાગુ વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હોવાથી

આજે સ્‍ટાન્‍ડર્ડ દુકાનોએથી ફરાળી વાનગી ખરીદજો

વાસી અને આરોગ્‍ય માટે હાનીકારક મીઠાઈ, ફરસાણ કે ફરાળી વાનગી ખરીદતા પહેલા સાવચેત રહો

તહેવારોની મૌસમમાં લોભામણી જાહેરાત આપીને છેતરપીંડી કરતાં વેપારીઓને ઓળખી લેજો

અમરેલી, તા. 11

અમરેલી જિલ્‍લામાં આવતીકાલે જન્‍માષ્‍ટમીપર્વની આસ્‍થાભેર ઉજવણી થવાની હોય તેવા જ સમયે જિલ્‍લાનાં અમુક નફાખોર અને મિલાવટખોર મીઠાઈ, ફરસાણ અને ફરાળી વાનગીઓનાં વેપારીઓ મેદાનમાં આવી ગયા છે. ચોપાનીયામાં લોભામણી જાહેરખબર આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરતાં હોય કોરોના કાળમાં જનતાએ પ્રતિષ્ઠિત વેપારીઓને ત્‍યાંથી જ ખરીદી કરવી જરૂરી બની છે.

છાશવારે ફરાળી વાનગીઓમાં મિલાવટ કે મીઠાઈમાં નકલી ઘી, દૂધ કે દૂધનાં માવાનો ઉપયોગ થતો હોવાનું બહાર આવી રહૃાું છે. વાસી, અખાદ્ય અને આરોગ્‍ય માટે હાનીકારક બનતી વાનગીઓ ખરીદતા પહેલા સો વાર વિચાર કરજો.

એક તરફ મનફાવે તેવા ભાવ લેવામાં આવે, તોલમાપમાં પણ ગોલમાલ અને ઉપરાંત કવોલીટીમાં દે ધનાધન થતી હોય સાવચેતીપૂર્વક ખરીદી કરજો નહી તો અવનવી બીમારીઓ પણ વાનગી સાથે ઘર અનેશરીરમાં પ્રવેશી જશે.

error: Content is protected !!
%d bloggers like this: