સમાચાર

દુધાળા નજીક હરિકૃષ્‍ણ સરોવર આસપાસ મુકવામાં આવેલ બાંકડા અને હિંચકાને નુકસાન : લોકોમાં કચવાટ

ધોળકીયા ફાઉન્‍ડેશનનાં આર્થિક સહયોગથી

દુધાળા નજીક હરિકૃષ્‍ણ સરોવર આસપાસ મુકવામાં આવેલ બાંકડા અને હિંચકાને નુકસાન : લોકોમાં કચવાટ

લીલીયા, તા. 11

લાઠી-અકાળા-દુધાળા નજીક ધોળકીયા ફાઉન્‍ડેશનનાં સવજીભાઈ ધોળકીયાએ ગાગડીયો નદી આસપાસનાં વિસ્‍તારોમાં આવેલા પરદેશી બાવળોનાં જંગલો દુર કરી લાઠી સહિત સમગ્ર જીલ્‍લાનાં લોકો માટે નમૂનેદાર પ્રવાસ સ્‍થળ બની રહે તેવા હેતુથી હરિકૃષ્‍ણ સરોવાર સહિતનાં સરોવરોનું નિર્માણ કાર્ય કરી સરોવરો આસપાસનાં વિસ્‍તારમાં રીવરફ્રન્‍ટ બનાવેલ. જેથી પર્યટકોને બેસવા બાંકડા-હિંચકા અને બાળકો, યુવાનો માટે રમત-ગમત સ્‍ટેડીયમ નિર્માણકાર્ય અને હજારો વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરી સમગ્ર વિસ્‍તારને ગાંટી ગીર જેવા લીલાછમ બનાવી દીધેલ છે. લાઠી પંથક સહિત જીલ્‍લાભરમાંથી પ્રવાસીઓ જાહેર રજાના દિવસોમાં હરિકૃષ્‍ણ સરોવરની મુલાકાત લઈ રહૃાા છે. તેવા સમયે પાછલા કેટલાંક સમયથી હરિકૃષ્‍ણ સરોવર આસપાસ ધોળકીયા ફાઉન્‍ડેશન ઘ્‍વારા મુકવામાં આવેલ બાંકડા, હિંચકા અને વૃક્ષોના જતન માટે લગાવેલ ટ્રીગાર્ડને કેટલાંક અજાણ્‍યા અસામાજીક તત્‍વો ઘ્‍વારા ઈરાદાપૂર્વક તોડી પાડી નુકસાન કરવામાં આવી રહૃાું છે. તેની સામે સ્‍થાનિક લોકો અને પ્રવાસી તરીકે આવતા લોકોમાં રોષઉદભવી રહૃાો છે. તેવા સમયે આ વિસ્‍તારમાં જરૂરી પોલીસ પેટ્રોલીંગ ગોઠવી અસામાજીક પ્રવૃત્તિ કરનાર સામે પગલા ભરવામાં આવે તે જરૂરી બનવા પામેલ છે. તેવું સ્‍થાનિક લોકો ઈચ્‍છી રહૃાાં છે.

error: Content is protected !!
%d bloggers like this: