સમાચાર

બાબરાનાં વાવડી ગામે જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓનીઅટકાયત

બાબરાનાં વાવડી ગામે જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓનીઅટકાયત

અમરેલી, તા.11

બાબરા તાલુકાના વાવડી ગામે આવેલ ઠુંમર શેરીમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈ હાર-જીતનો તીનપતીનો નામનો પૈસા-પાનાથી જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર.કે. કરમટા તથા પો.સ.ઈ. પી.એન. મોરીની રાહબરી નીચે એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા કુલ 7 ઈસમો રોકડ રકમ તથા જુગારના સાહિત્‍ય સાથે પકડાઈ ગયેલ હોય જે તમામ ઈસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઈસમોમાં ભરતભાઈ શિવાભાઈ ગોસાઈ, સંજયભાઈ છગનભાઈ ઠુંમર, યોગેશભાઈ પ્રવિણભાઈ રામોલીયા, કિશોરભાઈ રઘુભાઈ મોણપરા, સુરેશભાઈ અરજણભાઈ કોલડીયા, વિશાલભાઈ ગોબરભાઈ ઠુંમર, અનુરાગભાઈ પ્રવિણભાઈ ઠુંમર.

રોકડા રૂા. ર1,730 તથા ગંજીપતાના પાના નંગ-પર કિંમત રૂા. 0.00 મળી કુલ કિંમત રૂા. ર1,730નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: