સમાચાર

માનવીની સાથે હવે પશુઓ ઉપર પણ રોગચાળાનો ખતરો

માનવીની સાથે હવે પશુઓ ઉપર પણ રોગચાળાનો ખતરો

ગાંઠીલા તાવનાં લીધે ર1 ગૌ-વંશના મોતથી અરેરાટી

બાબરાનાં સુકવડા ગામે પશુઓનાં મોત થતાં જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યા મીનાબેન દોડી ગયા

પશુપાલન વિભાગનાં અધિકારીઓએ પણ બનાવનાં સ્‍થળે દોડી જઈ તપાસ શરૂ કરી

નાના એવા ગામમાં ગૌ-વંશ પર મોતનું આક્રમણ થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટીનો માહોલ

બાબરા, તા. 10

બાબરા તાલુકાનાં નાના એવા સુકવળા ગામમાં માલધારીઓની માથે વ્રજઘાત થયો હોય તેમ પોતાના માલઢોર પર કોઈ ગાંઠીલા નામના તાવના કારણે આશરે ર1 જેટલા ગૌ-વંશના મોત નિપજતા ગામમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.

છેલ્‍લા એક સપ્‍તાહથી આ જીવલેણ તાવના કારણે ગાયોનું મોત થતું હોવાનું માલધારીઓ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, ગામમાં સતત પશુધનનું કોઈ ગાંઠીલા તાવના કારણે મોત નિપજતા હોવાની ગામના સરપંચ અને માલધારીઓ ઘ્‍વારા આ વિસ્‍તારમાનાં જિલ્‍લા પંચાયતના સભ્‍ય અને શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાલને કરતા તેઓ તાબડતોબ સુકવળા દોડી ગયા હતા અને માલધારીઓને રૂબરૂ મળી જાણકારી મેળવી તાત્‍કાલિક અસરથી જિલ્‍લાના પશુપાલન અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણકારી આપતા અધિકારી સુકવળા દોડી આવ્‍યા હતા અને ગામમાં તમામ ગૌ-વંશ અને અન્‍ય પશુધનનું રસીકરણકરવાની કામગીરી કરવામાં આવી હતી.

તાલુકાનાં સુકવળા ગામમાં માલધારીઓ પશુધનમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ત્‍યારે આટલી મોટી સંખ્‍યામાં પશુઓનું મોત નિપજતા ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો પણ માલધારીઓને આવ્‍યો છે.

આ બાબતે જિલ્‍લા પંચાયતના સભ્‍ય મીનાબેન કોઠીવાલ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, ગામમાં રોગચાળાના કારણે મૂંગા પશુઓના મોત નિપજતા ભારે દુઃખની લાગણી વ્‍યકત કરી માલધારીઓને સાંત્‍વના પાઠવી આગામી દિવસોમાં ગામના તમામ માલઢોરનું પશુપાલન પાલન વિભાગ ઘ્‍વારા નિરીક્ષણ કરી રસીકરણ કરવામાં આવશે. તેના માટે પશુપાલનના કર્મચારીઓને સ્‍ટેન્‍ડ ટુ કરવામાં આવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું.

error: Content is protected !!
%d bloggers like this: