સમાચાર

અમરેલીનાં તબીબ જી.જે. ગજેરા, ભરત કાનાબાર અને શોભનાબેન કોરોના પોઝિટિવ

જિલ્‍લામાં છેલ્‍લા ર દિવસમાં 69 નવા કેસ નોંધાયા : કુલ 686

અમરેલીનાં ખ્‍યાતનામ તબીબ જી.જે. ગજેરા, ભરત કાનાબાર અને શોભનાબેન કોરોના પોઝિટિવ

બગસરાનાં પ0 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત થયું

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં આજે કોરોનાનાં વધુ 34 કેસ સામે આવ્‍યા છે. જેમાં અમરેલીનાં ખ્‍યાતનામ તબીબો અને કોરોના વોરિયર્સ ગણાતાં ડો. ભરત કાનાબાર, ડો. જી.જે. ગજેરા અને પૂર્વ સિવિલ સર્જન શોભનાબેન મહેતાનો સમાવેશ થાય છે.

જિલ્‍લાનાં આમ આદમી બાદ હવે તબીબો પણ કોરાોની હડફેટે આવી રહૃાાહોય જિલ્‍લાની જનતામાં ફફડાટનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લામાં રવિવારે 3પ કેસ બાદ આજે ર1 કેસ સામે આવ્‍યા છે. તો બગસરાનાં પ0 વર્ષીય મહિલાનું ગઈકાલે કોરોનાનાં કારણે મોત થયાનું પણ જાણવા મળેલ છે.

આજે જાફરાબાદનાં 4પ વર્ષીય પુરૂષ, ર4 વર્ષીય પુરૂષ અને 60 વર્ષીય મહિલા, ર9 વર્ષીય પુરૂષ, રાજુલાનાં ર4 વર્ષીય પુરૂષ, ર0 વર્ષીય પુરૂષ, બગસરાનાં ર4 વર્ષીય પુરૂષ, ધારીનાં પ0 વર્ષીય મહિલા, 7ર વર્ષીય પુરૂષ, સાવરકુંડલાનાં 6પ વર્ષીય પુરૂષ, અમરેલીનાં 6પ વર્ષીય મહિલા, ધારીનાં પ8 વર્ષીય પુરૂષ, અમરેલીનાં પર વર્ષીય પુરૂષ, 70 વર્ષીય મહિલા, ચલાલાનાં 43 વર્ષીય પુરૂષ, લાઠીના 38 વર્ષીય પુરૂષ, અનીડાનાં 33 વર્ષીય પુરૂષ, ધારીનાં 41 વર્ષીય પુરૂષ, તોરીનાં 3પ વર્ષીય મહિલા, કોટડાપીઠાનાં પ0 વર્ષીય પુરૂષ અને બગસરાનાં 70 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

હાલમાં ર37 દર્દીઓની સારવાર શરૂ છે. 430 દર્દીઓ ડિસ્‍ચાર્જ થયા છે, મૃત્‍યુ આંક 19 અને કુલ દર્દીઓ 686 થયા છે.

error: Content is protected !!
%d bloggers like this: