સમાચાર

અમરેલી જિલ્‍લામાંથી 36 પત્તાપ્રેમીઓને દબોચી લેવાયા

જન્‍માષ્‍ટમીનાં પવિત્ર પર્વે ઠેકઠેકાણે જુગાર શરૂ થતાં પોલીસ સક્રીય

અમરેલી જિલ્‍લામાંથી 36 પત્તાપ્રેમીઓને દબોચી લેવાયા

નાગેશ્રીનાં ભાડા, ધજડી, વડ, સાવરકુંડલા, વીરપુર અને બાઈ દુધાળા ગામેપોલીસે દરોડો પાડયો

હજારો રૂપિયાની રોકડ સહિતનાં મુદ્‌ામાલ સાથે પત્તાપ્રેમીઓની અટકાયત

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં ભીમ અગિયારશનું પર્વ હોય કે જન્‍માષ્‍ટમી બન્‍ને પર્વમાં ઠેકઠેકાણે જુગાર રમાતો હોય છે. બન્‍ને પર્વમાં જુગાર રમવાનું એકપણ શાસ્‍ત્ર ઘ્‍વારા કહેવામાં આવ્‍યું નથી છતાં પણ જુગાર રમાતો હોય. આ દુષણ વર્ષોથી ઘર કરી ગયું હોય બન્‍ને પર્વ પર પોલીસને વધારાની દોડધામ કરવી પડે છે. અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં  માર્ગદર્શનતળે સાવરકુંડલા પોલીસે આયશા એપાર્ટમેન્‍ટનાં પાર્કીંગમાં જુગાર રમતા 9 પત્તાપ્રેમીઓની રૂપિયા પ3900નાં મુદામાલ સાથે અટકાયત કરી છે. ધારીનાં વીરપુર ગામે 4 પત્તાપ્રેમીઓની રૂપિયા ર6740નાં મુદામાલ સાથે તો રાજુલાનાં વડ ગામેથી પ પત્તાપ્રેમીઓની રૂપિયા ર8 હજારનાં મુદામાલ સાથે તો ધજડી ગામે 6 પત્તાપ્રેમીઓની રૂપિયા ર6 હજારનાં મુદામાલ સાથે તો નાગેશ્રીનાં ભાડા ગામેથી પ પત્તાપ્રેમીઓની રૂપિયા 1ર3પ0નાં મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. તો અમરેલીનાં બાઈ દુધાળા ગામેથી 7 પત્તાપ્રેમીઓની રૂપિયા 3ર6પ0નાં મુદામાલ સાથે અટકાયત થયેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: