સમાચાર

ખેડૂતોને પરેશાન કરતાં રોઝને ગળે ઘંટડી લગાવો : નાથાલાલ સુખડીયા

અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીએ કલેકટરને પત્ર પાઠવ્‍યો

ખેડૂતોને પરેશાન કરતાં રોઝને ગળે ઘંટડી લગાવો

જિલ્‍લામાં હજારોનીસંખ્‍યામાં રોઝ ખેડૂતોનાં ઉભા પાકને નાશ કરતા હોય ગંભીરતાથી કાર્યવાહી જરૂરી બની

રોઝની નસબંધી કરીને પણ સંખ્‍યા વધારો રોકી શકાય તેમ હોવાનું પણ જણાવ્‍યું

ખેડૂતનાં હિત માટે સતત સંવેદન ગણાતી રાજય સરકાર રોઝનો પ્રશ્‍ન દૂર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ નાથાલાલ સુખડીયા અને નવિનભાઈ માદળીયાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લો મુખ્‍યત્‍વે ખેતી આધારીત રોજગારી મેળવતો જિલ્‍લો છે. તેમાં ખેતીવાડી વિસ્‍તારો જંગલ કાંઠા અને સપાટ ખેતરોમાં રોજિંદા રોઝ ખેડૂતોના ખેત ઉત્‍પાદનમાં 1પ%થી વધુ પાકને નિષ્‍ફળ બનાવે છે. ગુજરાત રાજયમાં ર010ની સ્‍થિતિએ રોઝની સંખ્‍યા 1,19પ.17 અને ર01પમાં વધીને 1,86,770 હતી અને વર્ષે ર0ર0 અંદાજિત 3 લાખ જેવી રોઝડાની સંખ્‍યા ગુજરાતમાં હોય જેમાં મોટાભાગની અમરેલી જિલ્‍લામાં હાલ છે. આ બાબતે સત્તાધારીઓ, વિપક્ષો, ખેડૂતો સંગઠનોએ આ બાબત ખેતીપાકને નુકસાન અંગે વખતો વખત રજૂઆતો કરતા રહેલ. પરંતુ આ પ્રશ્‍ન કોઈ નકકર નિકાલ થતો નથી. જીવદયા અને જંગલી પ્રાણીના નામે આ ખેતીવાડીનો નુકસાન કરતા પ્રાણીઓને સામે ખેડૂતોને રોજીંદી મુશ્‍કેલીમાંથી ઉગારવામાં આવતા નથી. આ પ્રશ્‍ને રાજય સરકારરોઝની વસ્‍તી નિયંત્રણ કરવા નસબંધી કરે તે જરૂરી છે. તેમજ ખેડૂતોને આ પ્રાણી ખેતરમાં પ્રવેશી રહૃાું છે તેવી જાણકારી માટે સરકાર સ્‍પેશ્‍યલ નિર્ણય કરી રોઝના ગળે ઘુંઘરા (ઘંટ) ગ્રામિણભાષામાં ગોગળા બાંધે તો જનાવર રોઝ કઈ દિશામાં આવી રહૃાું છે જે ખેડૂતો અવાજ પરથી જાણી શકે અને બચાવ પોતાના પાકનો કરી તગડી શકે. તો આ બાબતે રાજય સરકાર ગંભીરતાથી લઈ સર્વે કરી સત્‍વરે ઘટતું કરવા અંતમાં માંગ કરેલ છે.

 

error: Content is protected !!
%d bloggers like this: