સમાચાર

હદ થઈ : ધારી ગીર પૂર્વ તાબાનાં કાંગસા રાઉન્‍ડમાંથી વધુ એક બીમાર સિંહનું મોત થતાં અરેરાટી

હદ થઈ : ધારી ગીર પૂર્વ તાબાનાં કાંગસા રાઉન્‍ડમાંથી વધુ એક બીમાર સિંહનું મોત થતાં અરેરાટી

કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ સિંહોની સુરક્ષા થઈ શકતી નથી

ધારી, તા. 10

આજે વિશ્‍વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્‍યારે તે ઉજવણી સિંહના મોતના માતમ વચ્‍ચે કરવી પડે તેવી સ્‍થિતિ નિર્માણ પામી છે અને વિશ્‍વ સિંહ દિવસની ઉજવણીની પૂર્વ સઘ્‍યાએ જ એક બીમાર સિંહનું મોત નિપજયું હતું.

ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્‍જની કાંગસા રાઉન્‍ડમાંથી એક બીમાર નર સિંહ (ઉ.વ. પથી 7) નો મૃતદેહ મળી આવ્‍યો હતો. જેથી રેન્‍જનો સ્‍ટાફ દોડી ગયો હતો અને સિંહનું પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના મૃતદેહને અગ્નિદાહ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિંહનું મોત બીમારીથી થયાનું જણાઈ આવે છે.પરંતુ ધારી એસીએફ તથા દલખાણીયા રેન્‍જના આરએફઓ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર ન હોય તે અધિકારી જવાબ આપવા તૈયાર નથી અને સિંહના મોતની વાસ્‍તવિકતા છુપાવવામાં વ્‍યસ્‍ત છે. જો આ જ રીતે સિંહના મોત છુપાવવામાં આવશે તો જંગલમાં સિંહના મોતની ઘટનાઓ કેમ બહાર આવશે ? અને સિંહમાં કોઈ ગંભીર રોગ હોય તો કેમ સારવાર થશે ? તેવું વન્‍ય પ્રાણીપ્રેમીઓ કહી રહૃાા છે. આજના દિવસે એક તરફ વિવ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે અને સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધનના દાવા કરવામાં આવશે અને સિંહ પ્રત્‍યે જાગૃતિ લાવવાના દાવા થશે. ત્‍યારે તેની પૂર્વ સંઘ્‍યાએ જ એક સિંહનું મોત થાય ત્‍યારે આ ઉજવણી કેટલી સાર્થક રહેશે તે મસમોટો સવાલ છે અને વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓની બેદરકારી છે અને ગેંડા જેવી ચામડી ધરાવતા આવા અધિકારીઓ પર શિક્ષાત્‍મક કાર્યવાી કરવા ઉગ્ર માંગ          ઉઠી છે.

error: Content is protected !!
%d bloggers like this: