સમાચાર

ધારીની દલખાણીયા રેન્‍જમાં મોતને ભેટેલા સિંહને રેડીયો કોલર લગાવેલો હતો

કરોડો રૂપિયાના ખર્ચે લગાવેલા રેડીયો કોલર શોભાના ગાંઠીયા

ધારીની દલખાણીયા રેન્‍જમાં મોતને ભેટેલા સિંહને રેડીયો કોલર લગાવેલો હતો

રેડીયો કોલર સિંહો માટે ઘાતકી નિવડે છે ?

ધારી, તા. 10

આજે વિશ્‍વ સિંહ દિવસ નિમિતે સિંહ બચાવવા, સિંહ પ્રત્‍યે જાગૃતિ લાવવા તથા સિંહ સંરક્ષણ-સંવર્ધનના કાર્યક્રમો કોરોનાની મહામારીનાકારણે સોશ્‍યલ મિડીયા ઘ્‍વારા ઉજવણી કરાશે કે જેથી કરીને સંક્રમણ ન ફેલાઈ. આ બધા તાયફા અને કરોડો રૂપિયાનો ખર્ચ છતાં આજે વનરાજની હાલત અતિ દયનિય છે. સિંહમાં કયો રોગ છે ? તેની શું સારવાર થઈ તે આ અબોલ જંગલનો રાજા જણાવી શકતો નથી અને જંગલનાં અધિકારીઓ તે જણાવવા માંગતા નથી અને સિંહો ટપોટપ મોતને ભેટે છે. માત્ર પાંચ જ માસમાં ગીરમાં 90 સિંહો મોતને ભેટયા જેમાંથી 60થી વધુ માત્ર ગીર પૂર્વમાં જ મોતને ભેટયા છે અને આ મોતનો સીલસીલો હજુ રોકાયો નથી અવિરત ચાલું છે. તેવામાં વિશ્‍વ સિંહ દિવસની ઉજવણી કરવી કે સિંહના મોતનું માતમ મનાવવું તે ખરેખર મનોમંથન કરવાલાયક છે.

વિશ્‍વ સિંહ દિવસની પૂર્વ સંઘ્‍યાએ ધારીની દલખાણીયા રેન્‍જમાંથી એક બીમાર સિંહનો મૃતદેહ મળ્‍યો હતો. આ સિંહ રેડીયો કોલર લગાવેલ હતો. જો રેડીયો કોલર લગાવેલો સિંહ પણ આ રીતે બીમાર અવસ્‍થામાં મૃત્‍યુ પામે તો તે રેડીયો કોલર માટે કરોડો રૂપિયાનો કરેલ ખર્ચ શું કામનો ? રેડીયો કોલર લગાવેલા સિંહો જો કમોતે મરતા હોય તો બીજા સિંહોની હાલત જંગલમાં કેવી હશે તે પણ મસમોટો સવાલ છે.

એક રેડીયો કોલર પાછળ લગભગ 7 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે એવા સમગ્ર ગીરમાં 7પથી વધુ સિંહોને આવા રેડીયો કોલર લગાવવામાં આવ્‍યા છે. પરંતુતેમાંથી ઘણા સિંહો મોતને ભેટછા છે તે પ એક નવી સમસ્‍યા સિંહો માટે જન્‍મી છે. કારણ કે જે રેડીયો કોલર લગાવવામાં આવે છે તે ગળાના ભાગે લગાવવામાં આવે છે. નર સિંહની કેશવાળી ખૂબ મોટી હોવાના કારણે તેને ઘણી જ તકલીફ પડતી હોય છે તથા રેડીયો કોલરમાંથી જો હાનીકારક રેડીએશન નીકળતા હોય તો તે સિંહો માટે ઘાતક પુરવાર થઈ શકે છે. આમ રેડીયો કોલરવાળા સિંહોનું સરખુ મોનીટરીંગ તો થતું નથી અથવા કરવામાં આવતુ નથી અને ઉલ્‍ટાનું ઘાતક નિવડે તેવી શકયતા જણાઈ આવે છે.

સમગ્ર ગીરમાં સિંહો મોત સામે લડાઈ લડી રહૃાાં છે જેમાં કેટલાંક મોતને ભેટે છે અને કેટલાક ઝઝુમી રહૃાા છે. છેલ્‍લા પાંચ જ માસમાં 90થી વધારે સિંહો મોતને ભેટયા છે અને તેમાંથી 60થી વધારે ધારી ગીર પૂર્વ હેઠળ મોતને ભેટયા છે. ત્‍યારે વિશ્‍વ સિંહ દિવસે વન્‍ય પ્રાણીપ્રેમીઓ, લોકો એક જ સુરે કહી રહૃાા છે કે ગીરનું આ ઘરેણું હવે બચાવી લો અન્‍યથા આ સિંહો આખરે ફોટામાં જ જોવા મળશે તેવું લાગી રહૃાું છે.

 

સિંહ સંરક્ષણ કરતા સ્‍ટાફ સંરક્ષણ સિંહના મોતનું કારણ

ધારી, તા. 10

ધારી ગીર પૂર્વમાં છેલ્‍લા પાંચ જ માસમાં 60થી વધુ સિંહો મોતને ભેટયા હતા હજુ પણ આ સીલસીલો યથાવત છે. જેની પાછળ સિંહ સંરક્ષણ કરતા સ્‍ટાફનું સંરક્ષણ કરવાનાવણ લખ્‍યા નિયમો જ જવાબદાર છે. અહિં સિંહ મરે તો પ્રથમ તે ઘટના દબાવવાનો પ્રયાસ કરાઈ છે. જંગલમાં સિંહનો કોહવાયેલો મૃતદેહ મળે તો પણ સ્‍ટાફને નોટીસ દઈ ખુલાશો પુછવામાં આવતો નથી. પહેલાનાં અધિકારીઓ સિંહ બીમાર કે ઈજાગ્રસ્‍ત થાય તો સ્‍ટાફનો ખુલાશો પુછતા અને સિંહ સ્‍ટાફની બેદરકારીથી મરે તો શિક્ષાત્‍મક કાર્યવાહી કરતા હતા. જયારે હાલના સમયમાં સ્‍ટાફને મૌખિક ઠપકો પણ અપાતો નથી ઉલ્‍ટાનું સ્‍ટાફની બેદરકારી હોય તો ઉચ્‍ચ અધિકારીઓ જ તેને બચાવવા મેદાને પડે છે અને ઉપલી કક્ષાએ સબ સલામત છે તેવું આભાસી ચિત્ર રજુ કરે છે. કારણ કે અહિં વિકાસ કામોમાં ગેરરીતિ કરી મલાઈ તમામ સુધી પહોંચે છે. જો કોઈ કાર્યવાહી થાય તો સ્‍ટાફ આ ગેરરીતિ નિષ્‍ટાચાર ઉજાગર કરે. આમ સિંહ સંરક્ષણ બાજુ પર રહી જાય છે અને સિંહો મોતને ભેટે તો પણ અધિકારીઓ સ્‍ટાફનો ખુલાસો પુછી શકતા નથી તેવું નિવૃત્ત વન કર્મીઓ પણ કહી રહૃાાં છે.

error: Content is protected !!
%d bloggers like this: