સમાચાર

અમરેલીમાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં જન્‍મદિને રકતદાન કેમ્‍પ યોજાયો

અમરેલીમાં મુખ્‍યમંત્રી રૂપાણીનાં જન્‍મદિને રકતદાન કેમ્‍પ યોજાયો

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ અમરેલી જિલ્‍લાના વાલી શરદભાઈ પંડયા તેમજ સહવાલી પાર્થિવભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમાં જન્‍મ દિવસ નિમિતે પટેલ વાડી, હીરામોતી ચોક, અમરેલી ખાતે સ્‍વામી વિવેકાનંદ યુવા કેન્‍દ્ર અમરેલી નગરના સંયોજકો પ્રદીપભાઈ સોલંકી તેમજ હર્ષદભાઈ બાવળીયા અને અમરેલી તાલુકા સંયોજકો અમીતભાઈ મકવાણા તેમજ પ્રતિકભાઈ ધરજીયા દ્વારા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે અમરેલીતાલુકા અને નગરમાંથી બહોળી સંખ્‍યામાં રાષ્‍ટ્રપ્રેમી યુવાનો રકતદાન માટે ઉપસ્‍થિત રહયા હતા. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા તેમજ અમરેલીના યુવાનોના આદર્શ અમર ડેરીના વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ જોશી, મહામંત્રી મનીષભાઈ ધરજીયા, અમરેલી જિલ્‍લા (અનુ.જાતિ) મોરચા મંત્રી ભાવેશભાઈ વાળદોરા, અમરેલી યુવા શહેર ભાજપ મંત્રી રાજેશભાઈ       ગળીયલ, પ્રદેશ યુવા ભાજપના ભગીરથભાઈ ત્રિવેદી, વિશ્‍વ હિન્‍દુ પરિષદના રામમનોહરદાસ બાપુ (ગિરિયા), હસમુખભાઈ દુધાત, ભરતભાઈ કાનાણી, દિનેશભાઈ ભુવા, સંજયભાઈ રામાણી, આશીષભાઈ ગણાત્રા, રાજુભાઈ કેસરસાડી, દિલીપભાઈ ગોહિલ ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમનું આયોજન કોરોનાની મહામારીમાં લોહીની અછતને પહોંચી વળવા માટે કરવામાં આવ્‍યું હતું. સાથે માસ્‍ક વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમરેલી નગરના સહ સંયોજક અરૂણભાઈ ગળથીયા, હર્સિલભાઈ તેજાણી, ડેનિશભાઈ, ચિરાગભાઈ ચાવડા, દિલાભાઈ વાળાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: