સમાચાર

અમર ડેરીનાં ચેરમેનપદે સાવલીયા, વાઈસ ચેરમેનપદે મુકેશ સંઘાણી બિનહરીફ વિજેતા

કેન્‍દ્રિય મંત્રી રૂપાલા, પૂર્વ કૃષિમંત્રી સંઘાણી અમર ડેરીનાં સ્‍થાપક ડાયરેકટર છે

અમર ડેરીનાં ચેરમેનપદે સાવલીયા, વાઈસ ચેરમેનપદે મુકેશ સંઘાણી

પ્રાંત અધિકારી ઉંઘાડની ઉપસ્‍થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં બન્‍ને હોદ્‌ેદારો બિનહરીફ વિજેતા જાહેર થયા

જિલ્‍લાનાં હજારો પશુપાલકોને અમર ડેરીનાં માઘ્‍યમથી રોજગારી મળી રહી છે

અમરેલી, તા. 7

કોરોનાની મહામારી જેવા કપરા સમયમાં જયારે લોકો રોજગારી માટે મુશ્‍કેલીઓ વેઠી રહૃાા હતા તેવા સમયે અમરેલી અમર ડેરી થકી ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉર્પાજનથી આજીવીકા ચાલું રહે તેની ચિંતા સતત અમર ડેરી કરતી હતી અને દૂધના માઘ્‍યમથી પુરક રોજગારી રૂપે આ કપરાકાળમાં પણ માતબર રકમ પશુપાલકો અને ખેડૂતોને ચુકવવામાં આવી રહી છે.

અમરેલી જીલ્‍લામાં આજીવીકાનું કાયમી નિરાકરણ શોધાય અને લોકો કાયમી રોજગારી મેળવી શકે તેવા હેતુ સાથે આ ડેરીનું નિર્માણ કરવામાં આવેલ જેનો શુભ હેતુ ફળીભૂત થયો છે.

પ્રાંત અધિકારી ઉંઘાડના અઘ્‍યક્ષ સ્‍થાને અમરેલી જીલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે યોજાયેલ પ્રથમ બોર્ડ મીટીંગમાં પ્રમુખ તરીકે અશ્‍વિનભાઈ સાવલીયા અને ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ સંઘાણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

બોર્ડ મીટીંગમાં અમર ડેરીનાં પ્રમુખતરીકે અશ્‍વિનભાઈ સાવલીયાના નામની દરખાસ્‍ત દિલીપભાઈ સંઘાણી ઘ્‍વારા રજૂ કરાયેલ જેને ચંદુભાઈ રામાણીએ ટેકો જાહેર કરેલ જયારે ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ સંઘાણીના નામની દરખાસ્‍ત અરૂણભાઈ પટેલે રજૂ કરેલ જેને રાજેશભાઈ માંગરોળીયાએ ટેકો જાહેર કરેલ જેને ઉપસ્‍થિત બોર્ડ સદસ્‍યગણ જયાબેન વજુભાઈ રામાણી, અરૂણાબેન માલાણી, ભાનુબેન જયંતિભાઈ બુહા, ભાવનાબેન ગોંડલીયા, રેખાબેન કાકડીયા, ઠાકરશીભાઈ શીયાણી, રામજીભાઈ કાપડીયા, કમલેશભાઈ સંઘાણી, ભાવનાબેન સતાસીયાએ સર્વાનુમતે અનુમતી જાહેર કરતા અશ્‍વિનભાઈ સાવલીયા પ્રમુખ અને મુકેશભાઈ સંઘાણી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયા હોવાનું અમર ડેરીની અખબારી યાદીમાં જણાવાયેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: