સમાચાર

અમરેલી જિલ્‍લામાં નશો કરેલ 307 શખ્‍સોને પોલીસે ઝડપી લઈ કરી કાર્યવાહી

અમરેલી જિલ્‍લામાં નશો કરેલ 307 શખ્‍સોને પોલીસે ઝડપી લઈ કરી કાર્યવાહી

દારૂ સાથે સંકળાયેલ 330 સામે પોલીસે નોંધી ફરિયાદ

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા જિલ્‍લામાં અનેક વખત ખાસ પ્રોહિ. ડ્રાઈવ ગોઠવી નશો કરવાની કુટેવ ધરાવતા કે દેશી-વિદેશી દારૂનાં ધંધા સાથે         સંકળાયેલ લોકોને ઝડપી લેવા જિલ્‍લામાં ઠેર-ઠેર ચેકીંગ કરવા કડક સુચના આપતાં હોય. જેને લઈ બુધવારે અમરેલી જિલ્‍લામાં તમામ પોલીસ મથકોનાં પોલીસકર્મીઓએ ચેકીંગ હાથ ધરી નશો કરેલી હાલતમાં એક જ દિવસામાં 307 ઈસમોને ઝડપી લીધા હતા.

આ ઉપરાંત દેશી દારૂની હેરફેર કરતા અને પોતાના કબ્‍જામાં રાખેલ દેશી દારૂનાં ધંધાર્થીઓને ઝડપી લઈ 19 જેટલા કબ્‍જાનાં કેસ નોંઘ્‍યા હતા.

જયારે જાફરાબાદ ટાઉન પોલીસ, અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં લાલાવદર ગામ પાસેથી તથા અમરેલી સીટીનાં માણેકપરા વિસ્‍તારમાં વિદેશી દારૂની હેરફેર કરતાં 3 ઈસમોને ઝડપી લઈ તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમ અમરેલીજિલ્‍લામાં દારૂનાં ધંધા સાથે સંકળાયેલ અથવા નશો કરાવની કુટેવ ધરાવતા શખ્‍સો સામે પોલીસ ઘ્‍વારા લાલ આંખ કરવામાં આવતાં ફફડાટ ફેલાયો છે.

error: Content is protected !!
%d bloggers like this: