સમાચાર

અમરેલી જીલ્‍લામાં 6પ000 માસ્‍કનું વિતરણ કરાશે : ડો. કાનાબાર

ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના 6પમાં જન્‍મદિને

અમરેલી જીલ્‍લામાં 6પ000 માસ્‍કનું વિતરણ કરાશે : ડો. કાનાબાર

અમરેલી શહેર, લાઠી, બાબરા, ચલાલા, બગસરા, સાવરકુંડલા વિગેરે સ્‍થળોએ માસ્‍કનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે

બપોરે 11 વાગે અમરેલી સિવિલ હોસ્‍પિટલનાં કોરોનાનાં વોર્ડમાં કામ કરતા 6પ પેરામેડીકલ સ્‍ટાફને સ્‍ટીમ ઈનહેલર આપી સન્‍માન કરાશે

ભાજપનાં પ્રમુખ હિરપરા, સાંસદ કાછડીયા, જે.વી. કાકડીયા, ડો. કાનાબાર, પી.પી. સોજીત્રા તથા ભાજપનાં હોદેદારોની વિશેષ ઉપસ્‍થિતિ

અમરેલી, તા. 1

આવતી કાલે ર જી ઓગસ્‍ટે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીનો 6પ મો જન્‍મ દિવસ છે. ર જી ઓગસ્‍ટ 19પ6માં જન્‍મેલ વિજયભાઈએ ચકક ના સ્‍વયંસેવક અને બખઅ. ના કાર્યકરથી પોતાની કારકિર્દી શરૂ કરી. જનસંઘ અને ત્‍યારબાદ ભાજપમાં સંગઠનમાં વિવિધ સ્‍તરે કામ કરી પ્રદેશના મહામંત્રી અને ત્‍યારબાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ સુધી પહોંચ્‍યા હતાં. રાજકોટ વિધાનસભાની સીટમાં 7-7 વખત ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર વિજયભાઈ ધારાસભ્‍ય બનતાં પહેલાં ર006 થી ર01ર સુધી રાજયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી ચુકયા છે. રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનમાં કોર્પોરેટર, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન તરીકે ચુંટાયેલ પ્રતિનિધિ તરીકે કામગીરી શરૂ કરનાર, વિજયભાઈર014માં સૌપ્રથમ વાર રાજકોટમાંથી ધારાસભામાં ચુંટાયા. 7 ઓગસ્‍ટના ર016માં ગુજરાતના 16માં મુખ્‍યમંત્રી બનનાર વિજયભાઈ રૂપાણીના નેતૃત્‍વમાં ગુજરાત ભાજપે ર017ની વિધાનસભાની ચુંટણીમાં ફરી બહુમતિ હાંસલ કરી અને નવી ટર્મમાં ફરી મુખ્‍યમંત્રી બન્‍યાં. અતિ સરળ સ્‍વભાવના અને જમીન સામે જોડાયેલ વિજયભાઈ રૂપાણી ગુજરાતના ખૂણે ખૂણે કામ કરતાં ભાજપના હજારો કાર્યકરોને નામ અને ચહેરાથી ઓળખી શકે છે. ગુજરાત પર આવેલ અનેક કુદરતી આફતોમાં તેમની સંવેદનશીલતાનો ગુજરાતની જનતાને પુરો પરિચય છે. અત્‍યારે ચાલી રહેલ વૈશ્‍વિક મહામારીમાં તેમના દ્ધારા લેવાયેલ પગલાંઓ પરત્‍વે ગુજરાતના 80 લોકોએ સંતોષ વ્‍યકત કર્યો છે અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા તેમની સરકાર દ્ધારા લેવાયેલ પગલાંને વિશ્‍વ આરોગ્‍ય સંસ્‍થા 8ધજફ9 એ પણ બિરદાવ્‍યાં છે. આવા કાર્યશીલ અને સંવેદનશીલ મુખ્‍યમંત્રી તા. ર જી ઓગસ્‍ટે 64 વર્ષ પુરા કરી 6પ માં વર્ષમાં પ્રવેશનાર છે. તેમના 6પ માં જન્‍મદિન નિમિતે અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર અને પી. પી. સોજીત્રાના નેજા નીચે કામ કરતાં કોરોના વોરીયર્સની ટીમે જીલ્‍લાના વિવિધ સ્‍થળોએ 6પ હજાર માસ્‍કનું વિનામૂલ્‍યે વિતરણ કરવાનું આયોજન કરેલ છે.

અમરેલી શહેર, લાઠી, ચલાલા, બાબરા,બગસરા, સાવરકુંડલામાં આ માસ્‍કનું વિતરણ કરાશે. સાથે સાથે અમરેલી સીવીલ હોસ્‍પીટલના કોરોના વોર્ડમાં કામ કરતાં 6પ જેટલાં આરોગ્‍યના કર્મચારીઓને પાણીની વરાળ લેવાના સાધનો (સ્‍ટીમ ઈનફેલર) આપી સન્‍માનિત કરવાનો કાર્યક્રમ કમલેશભાઈ ગરાણીયાના સહયોગથી સીવીલ હોસ્‍પીટલમાં રાખેલ છે.

માસ્‍ક વિતરણના આ કાર્યક્રમમાં જીલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ધારી-બગસરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયા, અમરેલી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસીયા, જીલ્‍લા ભાજપના હોદૃેદારો કમલેશભાઈ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા, રવુભાઈ ખુમાણ, પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, વાલજીભાઈ ખોખરીયા, મયુરભાઈ હિરપરા, રામભાઈ સાપરીયા, મનુભાઈ આદ્રોજા, રાજુભાઈ ગીડા, સંજયભાઈ ધાણક, એ.વી. રીબડીયા, મુકેશભાઈ ગોંડલીયા, ભાવેશ મસરાણી, કાંતિભાઈ સતાસીયા, મનોજભાઈ મહીડા, રમેશભાઈ સતાસીયા, મનસુખભાઈ ગેડીયા, હિંમતભાઈ દોંગા, પ્રકાશભાઈ કારીયા, મયુરભાઈ ઠાકર, ડી.કે. પટેલ, જયસુખભાઈ નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા, રામદેવસિંહ ગોહીલ, કેશુભાઈ વાઘેલા, ઘનશ્‍યામભાઈ ડોબરીયા, એ.બી. યાદવ, ગોવિંદભાઈ પરમાર, મહેશભાઈ સુદાણી, ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ,અરવિંદભાઈ મેવાડા, વિજયસિંહ વાઘેલા, પ્રવિણભાઈ કોટીલા, પ્રવિણભાઈ સાવજ, દિપકભાઈ માલાણી, પુનાભાઈ ગજેરા, જયસુખભાઈ સાવલીયા, લલિતભાઈ આંબલીયા, મુકેશભાઈ ખોખરીયા, નીતિનભાઈ રાઠોડ, બીપીનભાઈ રાદડીયા, અલ્‍તાફભાઈ નથવાણી, મનજીભાઈ તળાવીયા, ભુપેન્‍દ્રભાઈ બસીયા, નીતિનભાઈ નગદીયા, ચીમનભાઈ શેખડા, હરેશભાઈ ભુવા, મંગળુભાઈ ખુમાણ, કિશોરભાઈ બુહા, પ્રતિક નાકરાણી, દિપકભાઈ કનૈયા, વિનુભાઈ ડોબરીયા, સવજીભાઈ બાંભવા, મધુભાઈ ગેલાણી, જયાબેન ગેલાણી, જીવાજીભાઈ રાઠોડ, રાજુભાઈ વીરોજા, કિરીટભાઈ પરવાડીયા, વસંતભાઈ તેરૈયા, મુન્‍નાભાઈ મલકાણ, બહાદુરભાઈ વાંકોતેર, મહેશભાઈ ભાયાણી, મયુરભાઈ રાવળ, અનિલભાઈ નાંઢા, પ્રણવભાઈ જોષી, રાજુભાઈ ભુવા, રાજુભાઈ ભુતૈયા, ધર્મેશભાઈ સોની, ભરતભાઈ ડેર, મહેશભાઈ કોટડીયા, દામજીભાઈ ડાયાણી, શૈલેષભાઈ રાઠોડ, ભરતભાઈ ભાડા, હિતેષભાઈ મહેતા, હરેશભાઈ પઢીયાર, વિનુભાઈ વિસનગરા, વિપુલભાઈ ઓઝા, ઘનશ્‍યામભાઈ સાવલીયા, રીટાબેન ભટૃ, મગનલાલ કાનાણી, જગદિશભાઈ ખુંટ, જગદિશભાઈ નાકરાણી, એ.ડી. બારડ, ચંડીદાન ગઢવી, હર્ષદભાઈ પરમાર, અમરશીભાઈ (ભુરખીયા સરપંચ) ભુપતભાઈ મેસુરીયા, સંજયભાઈ ચોથાણી, ભરતભાઈ સુતરીયા, હરેશ કાકડીયા, વિજયભાઈ યાદવ, કીરીટભાઈ સોરઠીયા સહિતના અનેક કાર્યકરો ઉપસ્‍થિતરહેનાર છે.

error: Content is protected !!