સમાચાર

રાજુલા-ઉના બિસ્‍માર માર્ગ પર હવે તો પશુઓનો જમાવડો

ભાવનગર-વેરાવળ નેશનલ હાઈ-વેની કામગીરી 10 વર્ષથી ચાલી રહી છે

રાજુલા-ઉના બિસ્‍માર માર્ગ પર હવે તો પશુઓનો જમાવડો

વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં એક હાઈ-વે બનાવવામાં વર્ષો પસાર થઈ રહૃાા હોય નાગરિકો પરેશાન

આગળ માર્ગ બનતો હોય તો પાછળ બનેલ માર્ગ પણ તુટી જતો હોય વાહનચાલકો ત્રાહીમામ

અમરેલી, તા. 1

એક તરફ વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતની ગુલબાંગો ચાલી રહી છે તો બીજી તરફ માર્ગો પણ વાયબ્રન્‍ટ બનીને વિકાસકાર્યોની ગતિ મંદ થયેલ જોવા મળી રહી છે. રાજયના સંવેદનશીલ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ માર્ગોને લઈને હવે અધિકારીઓનો કાન આમળવાનો સમય આવી ચુકયો છે.

ભાવનગર-મહુવા- રાજુલા-ઉના-કોડીનાર થઈને વેરાવળ સુધીનાં અંદાજિત ર00 કિ.મી.નાં સ્‍ટેટ હાઈ-વેને નેશનલ હાઈ-વે ઓથોરીટીને સોંપીને 10 વર્ષ પહેલા માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી શરૂ થયા બાદ હજુ સુધી માર્ગનું કામ પૂર્ણ થયું નથી. આગળ કામ ચાલું થાય તો પાછળ થયેલ માર્ગ બિસ્‍માર બની જાય છે.

રાજુલાથી ચારનાળા અને જાફરાબાદ તરફ જતો માર્ગ અને મારનાળાથી ટીંબી-ઉના-કોડીનાર- વેરાવળ તરફ જતાં માર્ગની હાલત અતિ દયનીય બની ચુકી છે.પેટ્રોલ-ડિઝલ પર તોતીંગ વેરો, વાહનો પરનાં અવનવા કરવેરા લેનાર સરકારની જવાબદારી એ છે કે વાહનચાલકોને સારા માર્ગની સુવિધા આપવી જોઈએ.

એક દાયકાથી ર00 કિ.મી.નો માર્ગ નેશનલ હાઈ-વેનાં અધિકારીઓ પૂર્ણ કરી શકતા નથી. એજન્‍સીઓ પણ અધિકારીઓને ગાંઠતી નથી અધુરામાં પુરૂ રાજકીય આગેવાનો પણ ચુપચાપ તમાશો જોયા કરે અને વાહનચાલકોની હાલત અતિ કફોડી બની ગઈ હોય મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર-વેરાવળ હાઈ-વેમાં જે કોઈ અડચણ હોય તે એક વર્ષમાં દૂર કરીને માર્ગનું કામ પૂર્ણ કરાવવું જોઈએ તેવી માંગ વાહનચાલકોમાંથી ઉભી થઈ રહી છે.

error: Content is protected !!