સમાચાર

અમરેલી ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સનાં હોદ્યેદારોની વરણી

જિલ્‍લાની તમામ ચેમ્‍બર ઓફ કોમર્સનાં સંગઠન ગણાતા

અમરેલી ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સનાં હોદ્યેદારોની વરણી

પ્રમુખ તરીકે ચતુરભાઈ અકબરી, ઉપપ્રમુખ પદે મુકુંદભાઈ ગઢીયા, ભગીરથ ત્રિવેદી, યોગેશ કોટેચા, રાજુ શીંગાળા અને પ્રકાશભાઈ રાણીંગાની વરણી

અમરેલી, તા.1

અમરેલી જિલ્‍લાની તમામ ચેમ્‍બર ઓફ કોમર્સના મુખ્‍ય સંગઠન ગણાતા અમરેલી ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સના નવા વર્ષના હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં વડિલોની સાથે યુવાનોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

અમરેલી ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પદે સરળ સ્‍વભાવના ગણાતા ચતુરભાઈ અકબરીની સૌ પ્રથમ વખત વરણી કરવામાં આવી છે. જયારે, ઉપપ્રમુખ તરીકે મુકુંદભાઈ ગઢીયા, ભગીરથ ત્રિવેદી, યોગેશ કોટેચા, રાજુભાઈ શીંગાળા (સાવરકુંડલા) અને પ્રકાશભાઈ રાણીંગા (બગસરા)ની વરણી થયેલ છે.

જયારે, મંત્રી પદે ગીરીશભાઈ ભટ્ટ, મિતુલ ગણાત્રા અને અનિલ બાંભરોલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. સહમંત્રી તરીકે પરેશ પટ્ટણી, અમરશીભાઈ નારોલા, જીજ્ઞેશ જસાણી અને ભુપતભાઈ શેખલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન મંત્રી પદેહકુભાઈ ચૌહાણ, બકુલભાઈ વોરા, અરવિંદ સોની અને હર્ષદ મહેતાની નિમણૂંક થઈ છે. ખજાનચી પદે દિનેશભાઈ ભુવા અને સહ ખજાનચી સુખદેવસિંહ સરવૈયાની વરણી થયેલ છે.

સલાહકાર સમિતિમાં સંજયભાઈ વણઝારા, જીતુભાઈ ગોળવાળા, ભાવેશભાઈ પડશાલા, સંજય ચોકસી, અશ્‍વિન પરીખ અને અશોકભાઈ અટારાનો સમાવેશ      કરેલ છે. જયારે, કારોબારી સમિતિમાં હરેશભાઈ સાદરાણી, નિતીનભાઈ સાયાણી, પ્રવિણભાઈ હીરપરા, શાંતિલાલ સાવલીયા (મદારી), સુરેશભાઈ રોકડ, બાબુભાઈ કાબરીયા, બાબુભાઈ જાવીયા, સુનીલભાઈ વિઠલાણી, હરીશભાઈ કંસારા, નટુભાઈ મસોયા, ઘનશ્‍યામભાઈ રૈયાણી, હિતેષભાઈ પોપટ, મહેશભાઈ મશરૂ (સાવરકુંડલા), મેઘાભાઈ ડાંગર (લાઠી), ભીખુભાઈ વોરા (વડીયા), લાલભાઈ દેસાઈ (ચિતલ), ધીરૂભાઈ પંડયા, ભાવેશભાઈ લાડુમોર (વિજપડી), સુરેશભાઈ મહેતા (જાફરાબાદ), પ્રકાશભાઈ કારીયા (ચલાલા), મહેશભાઈ કપટા (અમરેલી), નિતીનભાઈ સોની, રાજુભાઈ (કેસર સાડી), રસીકભાઈ પાથર, ભરતભાઈ સુપર સ્‍ટાર તેલ, મીતેનભાઈ ગુંદરણીયા, રણજીતભાઈ ડેર અને સંજયભાઈ રામાણીની વરણી કરવામાં આવેલ છે.

error: Content is protected !!