સમાચાર

બગસરામાં જાહેર માર્ગનું કામ બંધ થતાં પરેશાની

પાલિકાનાં શાસકો અને એજન્‍સી વચ્‍ચે કંઈક ખટરાગ ઉભો થતાં

બગસરામાં જાહેર માર્ગનું કામ બંધ થતાં પરેશાની

ટ્રાફિકથી ધમધમતા માર્ગને સિમેન્‍ટથી મઢવાની કામગીરી શરૂ થયા બાદ 3 દિવસથી કામ બંધ

વાહનચાલકો, રાહદારીઓ, રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા હોય કામ શરૂ કરવા માંગ

બગસરા, તા. 31

બગસરા શહેરનાં ટ્રાફિકથી ધમધમતા માર્ગને વર્ષો બાદ ઉત્‍સાહભેર નવો બનાવવાનું કાર્ય શરૂ થયા બાદ છેલ્‍લા 3 દિવસથી કોઈ કારણોસર કામ બંધ થઈ જતાં વરસાદી માહોલમાં વાહનચાલકો, રાહદારીઓ અને માર્ગની નજીકમાં રહેણાંક ધરાવતાં શહેરીજનો તોબા પોકારી ચુકયા છે.

શહેરનાં જુના બસ સ્‍ટેન્‍ડથી કુંકાવાવનાકા તરફ તેમજ સામે પોલીસ સ્‍ટેશન સુધીનો માર્ગ બનાવવા માટે કરોડો રૂપિયાની સહાય રાજય સરકારે કરતાં પાલિકાનાં શાસકો ઘ્‍વારા ભૂમિપૂજન કરીને કાર્યનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

જુના બસ સ્‍ટેન્‍ડથી ગાયત્રી મંદિર થઈને પોલીસ સ્‍ટેશન સુધીનાં જુના માર્ગને જડમૂળથી ઉખેડીને નવો બનાવવાનું શરૂ થતાં શહેરીજનો ખુશ થયા હતા. પરંતુ 3 દિવસથી માર્ગની કામગીરી બંધ થઈ જતાં શહેરીજનોએ માર્ગનું કામ ઝડપથી પૂનઃ શરૂ કરવા માંગ કરી છે. શહેરીજનોમાં એવી ચર્ચા ચાલી છે કે, એજન્‍સી અને પાલિકાનાં શાસકો વચ્‍ચે ટકાવારીને લઈને કોઈ વિવાદ ઉભો થતાં માર્ગનુંકામ બંધ થયું છે. તેમાં શહેરીજનોનો શું વાંક છે તે સમજાતું નથી.

error: Content is protected !!
%d bloggers like this: