સમાચાર

ધારીનાં ગોવિંદપુરના ખેડૂતે બનાવટી દવાથી કંટાળીને મગફળીનો પાક ઉખેડીફેંકયો

એગ્રોનાં વેપારીએ ખેડૂતને ઉડાઉ જવાબ આપતા

હદ થઇ : ધારીનાં ગોવિંદપુરના ખેડૂતે બનાવટી દવાથી કંટાળીને મગફળીનો પાક ઉખેડીફેંકયો

જગતાત ગણાતા ખેડૂતોને હવે બનાવટી દવાની નવી ઉપાધિ

અમરેલી, તા. 31

ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં એગ્રોવાળાએ ડુપ્‍લિકેટ દવા ધાબડી દેતા ખેડૂતનો પાક નિષ્‍ફળ જવા પામ્‍યો છે.

વિગત મુજબ ધારી તાલુકાના ગોવિદપુર ગામે રહેતા ખેડૂત કાનજીભાઈ સેલડીયા પોતાની 6 વીઘા જમીનમાં મગફળીનો પાક વાવ્‍યો હતો અને વાવતી વખતે જે બિયારણમાં    ભેળવામાં આવતી દવા એગ્રોવાળા એ બીજી પધરાવી દેતા આ ખેડૂતના પાકમાં મુંડા નામની જીવાત લાગી જતા આખો પાક નિષ્‍ફળ જતા ખેડૂતને માથે ઓઢીને રોવાનો વારો આવ્‍યો છે.

ધારીમાં લાઈબૈરી રોડ ઉપર આવેલ ગુજરાત એગ્રોમાંથી ખેડૂત તે બિયારણને પટ આપવા માટે દવા ખરીદી હતી અને આ એગ્રોવાળા ભાઈએ કહયું હતું કે, આ દવા બહુ સારી છે અને આનો પટ આપો એટલે મુંડા કે અન્‍ય જીવાત નહિ આવે એટલે ભોળા ખેડૂતે આ દવા લીધી અને પટ આપી અને વાવેતર કર્યું પણ આખો પાક નિષફળ થઈ ગયો. ખેડૂતને માથે      ઓઢીને રોવાનો વારો આવ્‍યો છે કંપની અને ગુજરાત એગ્રોવાળા ભાઈને જાણ કરતા તેવો ઉપરથી ખેડૂતનો વાંક કાઢી રહયા છે કે તમોને વાવેતર કરતા નથી આવડતું એવુ કહે છે.

જયારે આ દવા જુનાગઢમાં આવેલ જમીન એગ્રો યુનિવર્સીટીના અધિકારીઓને બતાવતા તેઓ કહીરહયા છે કે આ દવા મુંડાની નથી આ ગળાની દવા છે પણ કંપનીવાળા કે એગ્રોવાળા માનતા નથી આખરે થાકી કંટાળીને ખેડૂતે આખા મગફળીના પાકમાં ટેકટર ફેરવી અને મગફળીને કાઢી નાખી અને ફરિયાદ કરવાનું કહી રહયા છે.

ત્‍યારે હાલતો ખેડૂતોની હાલત દયનીય છે. આ અગાઉ દેવળાના એક ખેડૂતે પોતાની મગફળી પાક કાઢી નાખ્‍યો હતો.

error: Content is protected !!