સમાચાર

લ્‍યો બોલો : ધારી ગામપંચાયતનાં કર્મચારીઓ પગાર વિહોણા

એક વર્ષથી પગાર થતો ન હોય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

લ્‍યો બોલો : ધારી ગામપંચાયતનાં કર્મચારીઓ પગાર વિહોણા

કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ ગણાતા સફાઈકર્મીઓને પગાર ન ચૂકવાતા હડતાલ શરૂ

કોરોના વોરિયર્સને તાલી, થાલીની નહીં થાળીમાં ભોજન મળે તેવી વ્‍યવસ્‍થાની જરૂર

ધારી, તા.31

ધારી ગ્રામ પંચાયતના કર્મચારીઓના છેલ્‍લા એક વર્ષથી પગાર ન થતા તમામ કર્મીઓ હડતાલ પર ઉતરી જતા પંચાયતને તાળા લાગી ગયા હતા.

ધારી ગ્રામ પંચાયતના સફાઈ કર્મી, વાલ્‍વમેન, સ્‍ટ્રીટલાઈટ કર્મચારી વગેરે પપ થી 60 કર્મચારીનો સ્‍ટાફ વહેલી સવારથી કામથી અળગો રહયો હતો અને હડતાલ પર ઉતરી ગયા હતા અને ગ્રા.પં.ના પટાંગણમાં ઉગ્ર રોષ ઠાલવી જણાવ્‍યું હતું કે, અમો તમામ કર્મચારીના છેલ્‍લા 1ર મહિનાથી વધારે થવા છતાં પગાર થયા નથી. આ તમામ કર્મચારીની આર્થિક પરિસ્‍થિતિ નબળી છે. તે પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે ?

જિલ્‍લાની સૌથી મોટી ગ્રા.પં.ના સફાઈ કામદારો, પાણી વિતરકો અને સ્‍ટ્રીટલાઈટ વિભાગના કર્મચારીઓની યોગ્‍ય અને વ્‍યાજબી પગારની માંગ ન સ્‍વીકારાતા હડતાલ પર ઉતરી ગયા છે.

1પ દિવસ અગાઉ પણ આ અંગે ટી.ડી.ઓ. સહિતના અધિકારીઓને પગાર કરવા માંગણી કરી હતી પરંતુ ગ્રાન્‍ટ નથી આવી તેવા જવાબ આપવામાંઆવે છે. કર્મચારી જયાં સુધી પગાર ન માંગે ત્‍યાં સુધી પગાર કરાતો જ નથી જેથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.

હાલ કોરોનાની મહામારી વચ્‍ચે સમગ્ર ધારીમાં સફાઈ કામ બંધ રહેશે. તેમજ પાણી વિતરણ પણ અટકી જશે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.

ધારી ગ્રામ પંચાયતના તમામ કર્મીઓ હડતાલ પર ઉતરતા પંચાયત કચેરીમાં તાળા લટકતા નજરે ચડી રહયા હતા. જેના કારણે અરજદારો સહિતના કામ ટલ્‍લે ચડયા હતા. તેવામાં જયાં સુધી યોગ્‍ય નિર્ણય ન થાય ત્‍યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેવાનું જણાવી રહયા છે.

 

શાસકોએ પગારની ખાત્રી આપતા

અંતે ધારી ગામપંચાયનનાં કર્મીઓની હડતાલ સમેટાઈ

9 ઓગષ્‍ટ સુધીમાં પગાર આપવાની ખાત્રી

ધારી, તા.31

ધારીની ગામ પંચાયતનાં કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા બાદ સતાધીશોએ 9 ઓગસ્‍ટ સુધીમાં 7 મહિનાનો પગાર આપવાની ખાત્રી આપતા સાંજે હડતાલ સમેટાઈ ગઈ હતી.

કર્મચારીઓએ જણાવ્‍યું હતું કે જો પગાર આપવાની ખાત્રીનું પાલન કરવામાં નહીં આવે તો 10 ઓગસ્‍ટથી પુનઃ આંદોલન કરવામાં આવશે.

error: Content is protected !!