સમાચાર

અમરેલીમાં પીજીવીસીએલનાં ટ્રાન્‍સફોર્મરથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં રજૂઆત

કેરિયારોડનાં રહેવાસીઓ વરસાદી પાણીથી પરેશાન

અમરેલીમાં પીજીવીસીએલનાં ટ્રાન્‍સફોર્મરથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં રજૂઆત

જાગૃત્ત નાગરિકે પાલિકાનાં ચીફ ઓફિસરને પત્રપાઠવ્‍યો

અમરેલી, તા. 31

અમરેલીનાં કેરિયારોડનાં જાગૃત નાગરિક ભરતભાઈ કાબરીયાએ ચીફ ઓફિસરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર જુના જકાતનાકા પાછળ પીજીવીસીએલનો સ્‍ટોર આવેલ છે જે સ્‍ટોરનાં આગળનાં ભાગે પાણીનું મોટુ વહેણ છે. જેમાં હનુમાનપરા તથા લાઠી રોડ ઉપરની અનેક સોસાયટીઓનું પાણી આ વહેણ ઘ્‍વારા શહેરની બહાર નીકાલ થાય છે. પરંતુ આ સ્‍ટોરની આગળ અને વહેણની વચ્‍ચે પીજીવીસીએલના અનેક ટીસી આ પાણીનાં વહેણને રોકે છે. તેના કારણે કેરિયારોડ આસપાસની સોસાયટીઓમાં તથા રોડ ઉપર અને ત્‍યાં આવેલી સરકારી શાળાની આસપાસ પાણી ભરાય રહેવાથી ખૂબ જ ગંદકી ફેલાય છે. જેને કારણે જનઆરોગ્‍ય ઉપર ગંભીર રોગચાળાનો ખતરો છે.

જેથી પીજીવીસીએલ ઘ્‍વારા રોકવામાં આવેલ પાણીના વહેણને સ્‍વચ્‍છ કરી અપાવવા તથા ત્‍યાં સ્‍ટોરેજ બહાર તથા પાણીના વહેણની વચ્‍ચે અને સરકારી ખરાબામાં રાખવામાં આવેલ ટીસી ત્‍યાંથી હટાવી પાણીના વહેણને કલીયર કરી આપવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!