સમાચાર

અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સયુક્‍તત ઉપક્રમે અમરેલીનાં રામાણીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સયુક્‍તત ઉપક્રમે અમરેલીનાં રામાણીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી સરદાર પટેલ ગૃપ, ગુજરાત, શ્રી સરદાર પટેલ ક્રેડીટ કા-ઓપરેટીવ સોસાયટી લી. અને અમરેલી જીલ્‍લા સહકારી સંઘના સયુક્‍તત ઉપક્રમે તા. ર9/07/ર0ર0ને બુધવારના અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી પાછળ આવેલ રામાણીનગર ખાતે અમરેલી જીલ્‍લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘાણીની અઘ્‍યક્ષતામાં 400 વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સવલીયા, અમરેલી જીલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા, જીલ્‍લા યુવા ભાજપ મહામંત્રી મેહુલભાઇ ધોરાજીયા, અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જોષી, શહેર ભાજપ ઉપપ્રમુખ રાવળભાઇ, નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, આરોગ્‍ય સમિતિના ચેરમેન મૌલીકભાઇ ઉપાઘ્‍યાય, શહેર ભાજપ મહામંત્રી મનીષ ધરજીયા, શહેર યુવા ભાજપ મહામંત્રી સંજયભાઇ (ચંદુ) રામાણી, અમરેલી જીલ્‍લા વિશ્વ હિંન્‍દુ પરિષદ ઉપપ્રમુખ હસમુખભાઇ દુધાત, નગરપાલીકાના સદસ્‍ય હરપાલભાઇ ધાધલ, અમરેલીશહેર લયન્‍સ કલબ પ્રમુખ રાજેશભાઇ માંગરોળીયા, અમરેલી મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી.ના ડાયરેકટર જયભાઇ મસરાણી, ખોડલધામના સદસ્‍ય સંજયભાઈ રામાણી અને ભાજપ અગ્રણી સંદીપભાઇ માંગરોળીયા ઉપસ્‍થીત રહયા હતા તેમજ મહેમાનોના હસ્‍તે વૃક્ષારોપણ કરાવવમાં આવ્‍યુ હતું. સાથે સાથે તેના ઉછેર અને જતનની જવાબદારી પણ દરેક વૃક્ષ વાવનારે પોતાના શીરે લીધી હતી. મોટા પ્રમાણમાં ઓકસીજન મળી રહે તેમજ ઘટાટોપ વૃક્ષો થાય જેથી લીલીછમ હરીયાળીનું પણ સર્જન થાય. તેવા વિવિધ મોટા વડ, લીમડા, સવન, આંબલી,પીપળો અને ગુલમોર જેવા વિવિધ 400 વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્‍યુ હતું. જયારે સરદાર પટેલ ગૃપ, ગુજરાતના અઘ્‍યક્ષ મનીષ સંધાણી દ્વારા જણાવાયુ હતું કે આજના સમયમાં દરેક નાગરીકની પૃથ્‍વી, પર્યાવરણ અને આબોહવાના રક્ષણ માટે શકય હોય તેટલા વૃક્ષો વાવવા માટેની જવાબદારી ઉપાડવી પડશે. તોજ આવનારા સમયથી બચી શકાશે કેમ કે હવે માનવજાત નહી સમજે અને પર્યાવરણની ઉપેક્ષા કરશે તો તેના ખુબ જ માઠા પરીણામો માણસે આવનારા સમયમાં ભોગવવા પડશે. જે હાલના વર્ષોમાં આવેલી આપત્તિઓ તેના માટેનું રેડ સિગ્નલ આપે છે. જયારે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા દ્વારા સરદાર પટેલ ગૃપના સદસ્‍યોને અભિનંદન આપતા જણાવાયુ હતું કે, ખરેખર આજનું જે વૃક્ષારોપણકાર્યક્રમનુ જે આયોજન અને વૃક્ષ ઉછેર કરવા માટે અને વૃક્ષોના રક્ષણની જે વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જે પ્રેરણાદાઇ છે અને ભવિષ્‍યમાં યુવાનો આના પરથી પ્રેરણા લઇ અને વધુ વૃક્ષારોપણ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. જયારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર પટેલ ગૃપનાં સદસ્‍યગણ ભાવેશભાઈ રામાણી, સંજયભાઈ સોજીત્રા, નિરવભાઇ હાડા, વિમલભાઇ કાછડીયા, મેહુલભાઇ રામાણી, કલ્‍પેશભાઈ કાછડીયા, ભરતભાઇ વાઝા, રજનીભાઇ રમાણી, દિપકભાઇ રામાણી, જીતેન્‍દ્રભાઇ રામાણી, સંજયભાઇ રામાણી, વિપુલભાઇ પનસુરીયા, હરિભાઇ દેસાઇ અને પ્રદીપભાઇ રખોલીયા જેઓનુ મહેમાનો દ્વારા અભિવાદન અને સાલ ઓઢાડી અને સન્‍માન કરવામાં આવેલ હતું.

error: Content is protected !!