સમાચાર

અમરેલી જિલ્‍લામાં હજારો બહેનોએ રાષ્‍ટ્રરક્ષકોને રાખડી મોકલી

અમરેલી જિલ્‍લામાં હજારો બહેનોએ રાષ્‍ટ્રરક્ષકોને રાખડી મોકલી

દેશની સીમાઓ ઉપર આપણી રક્ષા કરી રહેલા જવાનોની રક્ષા માટે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના આહવાનથી ગુજરાત રાજય યુવક બોર્ડના માર્ગદર્શક જીગરભાઈ ઇનામદાર દ્વારા સમગ્ર રાજયવ્‍યાપી ચાલેલા અભિયાન ાા પહેલી રાખી દેશ પ્રેમ કી ાા  કાર્યક્રમને ભાવનગર ઝોનના ઝોન સંયોજક ધવલભાઈ દવેના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લામાં યુવા બોર્ડના સર્વ શરદભાઈ પંડયાની આગેવાની અને માર્ગદર્શનમાં જિલ્લા / તાલુકા અને નગરપાલિકા સંયોજકો દ્વારા ઉત્‍સાહભેર પ્રારંભ કરેલા અભિયાનને ખુબજ મોટી સફળતા મળી છે. અમરેલી જીલ્લામાં 16 થી રર જુલાઈ સુધીમાં 370 ગામ અને 78 નગરપાલિકા વોર્ડમાં એમ મળી કુલ 448 કાર્યક્રમો કરવામાં આવેલ. જેમાં અમરેલી જિલ્લાના કુલ 3164  બહેનો અને માતાઓએ રાષ્ટ્રરક્ષકોને ભવિજય સૂત્રભ તરીકે રાખડી મોકલેલ છે. સમગ્ર જિલ્લા કાર્યક્રમને સફળ બનાવવા બંને જિલ્લા સંયોજક રાહુલભાઈ સરવૈયા, કમલેશભાઈ જોશી તેમજ નગરપાલિકા / તાલુકાના સંયોજકો પ્રદીપભાઈ સોલંકી, હાર્દિકભાઈ બાવળિયા,અમિતભાઇ મકવાણા,  પ્રતિકભાઈ ધરજીયા, ગંભીરસિંહ સોલંકી, મેલિકભાઈ ત્રિવેદી, હિતેશભાઈ હેરમા, મોહિતભાઈ ગઢવી, દિનેશભાઇ કુંદનની, જયદીપ પાડા, દેહુરભાઈ કનાલા, હિતેશભાઈ આંબલિયા, કેતનભાઈ નિમાવત, હરિકૃષ્‍ણ ઠાકર, ગીરીશભાઈ નંદોલિયા, પીયૂષભાઈ યોગાનંદી, ભાવિકભાઈ જોશી, રઘુવીરભાઈ ધખડા, નિલેશભાઈ ચૌહાણ, શિવાંગભાઈ જોશી, વિક્રમભાઈ વરૂ, યુવરાજભાઈ જેબલિયા, દિનેશભાઈ બલદાણીયા, અનકભાઈ ધાધલ, વનરાજભાઈ જેબલિયા, રમેશભાઈ હીરાપરા, નિકુંજભાઈ જોશી, મેહુલભાઈ મશરૂ, અંગતભાઈ દેવમુરારી, હિરેનભાઈ મશરૂ એ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!