સમાચાર

બેકાબુ ટ્રકે રહેણાંક વિસ્‍તારમાં અફડા-તફડી ઉભી કરી

રાત્રીનાં સમયે મુખ્‍યમાર્ગનેબદલે ચાલકે મહાકાય ટ્રક રહેણાંક વિસ્‍તારમાં ઘુસાડી દીધો

બેકાબુ ટ્રકે રહેણાંક વિસ્‍તારમાં અફડા-તફડી ઉભી કરી

વૃક્ષો અને વીજપોલને હડફેટે લઈને થોડીવાર અરાજકતાનો માહોલ ઉભો કરી દીધો

રાજુલા, તા. ર8

કન્‍ટેનર ભરેલ ટ્રક સવિતાનગરમાંથી પસાર થયો ડ્રાઈવરે ટ્રક બેફીકરાઈથી ચલાવતા એક ઝાડ સાથે ટ્રક અથડાયો. ઝાડ આખુય ચીચયુ અને મોટું ઝાડ ટ્રક પર પથરાયુ છતાંય ડ્રાઈવરને ભાન ન રહૃાું. 600થી 700 મીટર હનુમાનજી મંદિરથી એગ્રીકલ્‍ચર બેન્‍ક સુધી વાહન ચલાવતો રહૃાો. ઝાડ વીજ વાયરો સાથે અથડાતા વીજપુરવઠો ખોરવાઈ ગયો. સ્‍પાર્કીંગનાં અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્‍યા છતાં ટ્રક ચાલતો રહૃાો અંતે લોકો બુમો પાડી ટ્રક રોકયો. ટ્રક નં. જી.જે.-14-એકસ 0પ33 નંબરનાં ટ્રક ડ્રાઈવર પર લોકો ગુસ્‍સે થયા આવો મોટો અકસ્‍માત છતાં પણ ટ્રક ચલાવતો રહૃાો. સવિતાનગર એ કોઈ હાઈવે નથી રેસીડેન્‍ટ એરીયા છે, શહેરનો ક્રિમ વિસ્‍તાર છે. હાલ 7-30 વાગ્‍યે બજારો બંધ થવાથી લોકો ઘરે હોય છે. અહી રસ્‍તો ખુલ્‍લો જોતા આવા ડ્રાઈવર ભાન ભુલી સ્‍પીડથી વાહન ચલાવે છે. પરંતુ વાહન પર કાબુ રહેતો નથી. પીજીવીસીએલને જાણ કરાતા તે આવી પહોંચ્‍યા અને મસમોટા વૃક્ષને અથડાવી વાહનચાલકને ભાન ન હોય તો માણસને કચડીને કયાંય નીકળી જાય. આવા ડ્રાઈવરોનુંલાયસન્‍સ રદ કરી સજા થવી જોઈએ આવો વિચિત્ર અકસ્‍માત કયારેય નથી જોયો તેવું દરેક લોકોના મુખે ચર્ચાઈ રહૃાું છે. શ્રીજી ટ્રાન્‍સપોર્ટ પીપાવાવનાં આ ટ્રકે વિચિત્ર અકસ્‍માત કરતા લોકો અચરજ પામ્‍યા. આખરે હાઈડ્રોની મદદથી ટ્રક પરનું વૃક્ષ રાત્રીના 1ર કલાકે હટાવાયું અને રસ્‍તો ખુલ્‍યો. જો ડ્રાઈવરે નશો કર્યો હોય તો વાત સમજાય પરંતુ હોંશોહવાસમાં અકસ્‍માત અને આવો વિચિત્ર અકસ્‍માત કેમ થયો તેવી લોક ચર્ચા શરૂ થઈ છે.

error: Content is protected !!
%d bloggers like this: