સમાચાર

અમૂલી ગામે વાડીમાં મૂકેલ શોર્ટ સરકીટથી નીલગાયનું મોત

અમૂલી ગામે વાડીમાં મૂકેલ શોર્ટ સરકીટથી નીલગાયનું મોત

ખાંભા, તા.ર7

રાજુલાના અમૂલી ગામે અમૂલીથી એક કિ.મી. દૂર આવેલી મનસુખભાઈ વિરાભાઈની વાડી આંસોદ્રા ગામના હિંમતભાઈ બાબુભાઈ કોળી છે. ફાર્મ ઉપર રાખી વાડીમાં વાવેતર કરી પાલતું પશુ અને જંગલી પ્રાણીઓ વાડીમાં કરેલ વાવેતરને નુકસાન ન કરે તે માટે બદઈરાદાથી વાડી ફરતી લોખંડના તારની વાડમાં ઈલેકટ્રીક પાવર ગોઠવેલ. તા.રપ/7ના રાત્રીના સમયે આ વાડી ફરતી લોખંડની તારની વાડમાં વાડીના ભાગીયા હિંમત બાબુભાઈએ મૂકેલ શોર્ટ સરકીટને અડી જતાં નીલ ગાયનું કમકમાટી ભર્યું મોત થયેલ.

બાદમાં ગુન્‍હો છૂપાવવા મૃત ગાયને ટ્રેકટરમાં નાખી પોતાની  વાડી નજીકથી પસાર થતા રોડ વટાવી રોડના કાંઠે ફેંકી દેતા નીલગાયના કમોતની જાણ વન વિભાગને થતાંવન વિભાગે ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતાં હિંમત બાબુએ કરેલા કારસ્‍તાન સામે આવતા ફોરેસ્‍ટર રાજગુરૂએ ઉંડી તપાસ કરતા ટ્રેકટર પાછળ નીલગાયના શબને નાડાથી બાંધી રોડ ક્રોસ કરાયાનું જણાતા હિંમત બાબુભાઈની કડક પૂછપરછ કરી રાજુલા વન વિભાગની કચેરીએ લાવી નીલગાયના મોત નિપજાવવા બદલ રૂા. રપ હજારનો દંડ ફટકારી ગુન્‍હો છૂપાવવા બદલ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અમૂલી બાબરીયાધાર ગામોમાં પાલતુ ભેંસ, ગાય, બકરા, ઘેટાની વ્‍યાપકપણે વસ્‍તી આવેલ હોય દલડી નદીના કાંઠે પાણી અને લીલુ ઘાસ વ્‍યાપકપણે    મળતું હોવાથી આ વિસ્‍તારમાં   ગોવાળો પોતપોતાના પાલતુ પ્રાણીઓને ચરાવતા હોય છે. તેમજ ચાલુ ચોમાસુ સિઝનમાં દલડી નદીના કાંઠેથી વાડીમાં કામ કરનારા મજૂરો પણ પસાર થતા હોય જો એકાદ મજૂરને શોટ લાગત કે હજારો રૂા.ની ભેંસને શોર્ટ લાગ્‍યો હોત તો જે રીતે નીલગાયનું મોત થયું તેવી જ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત. લાયન નેચર ફાઉન્‍ડેશન દ્વારા વાડીના ભાગીયા દ્વારા કરાયેલ ગંભીર બેદરકારી બદલ વાડીનું વીજ કનેકશન રદ કરી નીલ ગાયના મોત નીપજાવ્‍યા બદલ ભાગીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવાની માંગ કરવામાં આવેલ છે.

error: Content is protected !!