સમાચાર

ચીફ ઓફિસરની કાર્યશૈલી સામે આવશ્‍યક કામગીરી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી

શહેરમાં 14માં નાણાપંચનાં રૂપિયા 1ર કરોડ જેવી રકમમાં ગોલમાલકરી

સાવરકુંડલાનાં ચીફ ઓફિસર સામે ગંભીર આક્ષેપોથી ખળભળાટ

એક જ એજન્‍સી પાસે ર ભાવ મંગાવીને મળતીયા એજન્‍સીને નિયમ વિરૂઘ્‍ધ કામ કરવાનો ઓર્ડર આપ્‍યાનો આક્ષેપ

ચીફ ઓફિસરની કાર્યશૈલી સામે આવશ્‍યક કામગીરી સિવાય તમામ કામગીરી બંધ કરવામાં આવી

સાવરકુંડલા, તા. ર7

સાવરકુંડલા નગર પાલિકાનાં ચીફ ઓફિસર પાર્થવન ગોસ્‍વામી ઘ્‍વારા 14માં નાણા પંચની ગ્રાન્‍ટમાંથી સરકારની સક્ષમ ઓથોરીટીની ઐસીતૈસી કરીને પાણી વિભાગ તથા ગટર વિભાગ માટે એક જ પાર્ટીના બે અલગ અલગ નામથી ભાવો મેળવી કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કરવામાં આવેલ છે તે બાબતે આગામી દિવસોમાં મોટા પાયે લડતનાં એંધાણજોવા મળી રહૃાાં છે.

નગરપાલિકાનાં કાયમી કર્મચારી ઘ્‍વારા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ થતાં કર્મચારીઓમાં તેના ઘેરા પ્રત્‍યાઘાતો પડેલ છે. આવશ્‍યક સેવાના કર્મચારીઓ તથા મિલ્‍કત વેરા કલેકશન વિભાગના કર્મચારીઓ સિવાયના તમામ કર્મચારીઓ ઘ્‍વારા આજરોજ હડતાલ જાહેર કરવામાં આવેલ છે અને કર્મચારી તથા પેન્‍શનરોનાં પ્રશ્‍નોનું સમાધાન ન થયેથી આંદોલન ઉગ્ર બનાવવાની વિગતો પણ જાણવા       મળેલ છે.

નગરપાલિકાના આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગત મુજબ સાવરકુંડલા નગરપાલિકાનાં ચીફ ઓફિસર પાર્થવન ગૌસ્‍વામી ઘ્‍વારા 14માં નાણાપંચ યોજનાઅંતર્ગત મળેલ અંદાજીત 1ર કરોડ જેવડી ગ્રાન્‍ટમાંથી શહેરમાં વિકાસ કામો કરવાને બદલે કોઈપણ સક્ષમ ઓથોરીટી પાસેથી મંજુરી મેળવ્‍યા સિવાય એક જ પાર્ટીના બે ભાવો       મેળવી મોટાપાયે ભ્રષ્‍ટાચાર કરવામાં આવેલ છે. આ બાબતે અગાઉ સાવરકુંડલા શહેરના ઘણા પ્રતિષ્ઠિત નાગરીકો ઘ્‍વારા તથા રાજકીય આગેવાનો ઘ્‍વારા પ્રાદેશિક કમિશનર સુમેરાને રજૂઆત કરવામાં આવેલ. પરંતુ ચીફ ઓફિસરની વગના કારણે ઉપલી ઓથોરીટી ઘ્‍વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. પરંતુ આગામી દિવસોમાં વર્તમાન પ્રાદેશિક કમિશ્‍નર યોગેશ નિરગુડે ઘ્‍વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આખરે હાઈકોર્ટમાં પણ પાલિકાનાં પ્રતિનિધિઓ જવાના છે. ચીફ ઓફિસર આવક કરતાં વધારે પ્રમાણમાં સંપત્તિ પણ ધરાવે છે તે બાબતે પણ આગામી દિવસોમાં લડત શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. આ ચીફ ઓફિસર વિરૂઘ્‍ધ અગાઉની પણ ફરિયાદો પેન્‍ડીંગ હોવાની માહિતી  મળેલ છે. આ બાબતે પાલિકાનાં કર્મચારીઓને શહેરના લોકોના સહકારની પણ અપેક્ષા છે. તેમ પાલિકા  કર્મચારી સંઘના કાર્યકારી પ્રમુખ  હિતેષ રવાણીએ એક નિવેદનમાં જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: