સમાચાર

લાયન્‍સ કલબ દ્વારા ધારાસભ્‍ય ધાનાણીનાં સહયોગથી ઉકાળાનું વિતરણ

લાયન્‍સ કલબ દ્વારા ધારાસભ્‍ય ધાનાણીનાં સહયોગથી ઉકાળાનું વિતરણ

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (મેઈન) અને વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીના સહયોગથી અમરેલીમાં કોરોનાવાયરસને ઘ્‍યાનમાં રાખીને લા. પ્રમુખ અરજનભાઈ શિંગાળાના માર્ગદર્શન મુજબ અમરેલીની જનતાનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે અને તંદુરસ્‍ત રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ જુદી જુદી 6 જગ્‍યાએ 1પ દિવસ માટે કરવાનું આયોજન કરેલ છે. આ તકે વાઈસ ડિસ્‍ટ્રીકટ ગવર્નર લા. વસંતભાઈ મોવલીયા, સંદીપભાઈ ધાનાણી (નગરપાલિકાના સદસ્‍ય), લા. કાંતિભાઈ વઘાસીયા, લા. ડો. વિરલ ગોયાણી, લા. જે.ડી. સાવલીયા, લા. જગદીશભાઈ તળાવીયા, લા. શિવલાલભાઈ હપાણી, લા. જયસુખભાઈ ઢોલરીયા, લા. જતીન સુખડીયા, લા. કૌશિક હપાણી, લા. રાજુ ઝાલાવડીયા, લા. ભાવેશ નાકરાણી વગેરે મિત્રો હાજર રહેલ.

error: Content is protected !!