સમાચાર

સરંભડામાં કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક પરિવાર દ્વારા વૃક્ષારોપણ

સરંભડામાં કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક પરિવાર દ્વારા વૃક્ષારોપણ

સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન સંકલ્‍પીત કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક  દ્વારા અમરેલી તાલુકા ના સરંભડા ગામે મોટાભાઈ સંવટ તથા દલસુખભાઈ દુધાતની આગેવાનીમાં હાઈસ્‍કૂલ તથા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી સાથે દરેક સમાજના આગેવાનો સાથે સંસ્‍થા ઉત્‍થાન અને સમાજના વિકાસ માટે સામાજિક ચર્ચા કરી સાથે વૃક્ષો વાવો અમરેલી વિકસાવોના સૂત્ર સાથે શાળામાં વૃક્ષારોપણ કરી વૃક્ષોની માવજત કરી ઉછેરવાની જવાબદારી લીધી. સાથે સનસાઇન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના ચેરમેન શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંકે શાળાના સંચાલકો અને સમાજના આગેવાનોને માસ્‍ક વિતરણ કરી સર્વ લોકો સ્‍વસ્‍થ રહે નિરોગી રહે તેવી શુભેચ્‍છા પાઠવી. આ સાથે ટાંક પરિવારે સંસ્‍થાના દરેક સંચાલકો તથા શિક્ષકો સરંભડા ગામના આગેવાનો અને વિષેશ મોટાભાઈ સવંટ તથા દલસુખભાઈ દુધાતનો  ઋણ સ્‍વીકારી આભાર  માનેલ અને મોટાભાઈ સંવટ, હસમુખભાઈ દુધાત અને શાળાના સંચાલકો અને દિગંતભાઈ દ્વારા ટાંક પરિવારનું સન્‍માન કરેલ અને પ્રિન્‍સિપાલ દ્વારા સ્‍વામીવિવેકાનંદના ઉત્‍કૃષ્ઠ વિચારોની બુકટાંક પરિવારને અર્પણ કરેલ. આ સાથે શ્રી નવયુગ કેળવણી મંડળ તથા શ્રી કે. કે. શાહ જનતા વિદ્યાલય સરંભડાની સંસ્‍થા માટે પરમ પૂજય આપાગીગાના પારિવારિક સભ્‍ય સ્‍વ. ટપુભાઈ રામભાઈ સવંટ તરફથી શ્રી નવયુગ કેળવણી મંડળ સરંભડાને ભૂમિદાન આપવા બદલ ટાંક પરિવાર અને સનસાઇન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન તરફથી ખુબ ખુબ અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્‍છા સાથે ભરતભાઇ ટાંક પરિવાર દ્વારા મોટાભાઈ સવંટ પરિવાર વિષેશ બિરદાવેલ અને મોટાભાઈ સંવટ, દલસુખભાઈ દુધાત અને શાળાના સંચાલકોનું સન્‍માન કરેલ. સાથે સામાજિક આગેવાન વડીલ સ્‍વ. બચુભાઇ ડોંગા દ્વારા રમત ગમત પરિસર માટે ભૂમિદાન આપવા બદલ સનસાઇન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન દ્વારા હાર્દિક અભિનંદન આપેલ અને સરભંડા ગામના દરેક જ્ઞાતિજનને એક પ્રેરણા સ્ત્રોત વિચાર આપેલ અને દરેક લોકો એવા કાર્યમાં જોડાઈ એવી પ્રેરણા મળેલ. એમને આજે એમના પરિવારને બે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્‍છા પાઠવેલ. આ કાર્યક્રમ માટે આમંત્રણ પાઠવવા બદલ ટાંક પરિવાર અને સનસાઈન ગ્‍લોબલ ફોઉન્‍ડેશન ફરીથી મોટાભાઈ સંવટ, દલસુખભાઈભાઈ દુધાત અને તમામ શાળાના સંચલોકો , પ્રિન્‍સિપાલને આભાર વ્‍યકત કરેલ છે અને હરહંમેશા ટાંક પરિવાર સેવામાં જોડાયેલ રહેશે. જેમાં ઉપસ્‍થિત કે.કે. શાહ જનતા વિદ્યાલયના આચાર્ય ડી. એલ. ઉપાઘ્‍યાય, આશિષભાઈ ભટ્ટ,કમલેશભાઈ ભટ્ટ, રમણિકભાઈ મોલાડીયા, અનિરૂધભાઈ કોટડીયા, મહેન્‍દ્રભાઈ પરમાર જે.કે. સોલંકી, આર.બી. રાઠવા, સનથભાઈ બી. સોલંકી સાથે પ્રાથમીક શાળાના બિનલબેન આર. પટેલ, ધર્મિષ્ઠાબેન, જે જે. ગોંડલીયા, ચેતનાબેન ડી. પાટોળીયા, ગીતાબેન ડી. પડસાલા, પ્રકાશભાઈ દોંગા,  કાળુભાઇ દોંગા, વિઠ્ઠલભાઇ ગોંડલિયા, વિવેકભાઇ ગોંડલિયા, ભરતભાઇ કાછડીયા, મધુભાઈ હરખાણિ, સુખલાલભાઈ જોટંગીયા, ચિરાગભાઈ કાછડીયા, અન્‍ય યુવા કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!