સમાચાર

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે વર્લ્‍ડ યૂથ સ્‍કિલ્‍સ ડેની ઉજવણી કરી

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે વર્લ્‍ડ યૂથ સ્‍કિલ્‍સ ડેની ઉજવણી કરી

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે 1પ જુલાઈ ર0ર0નાં રોજ વર્લ્‍ડ યૂથ સ્‍કિલ્‍સ ડેની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે એક વેબિનાર યોજાયો હતો અને એક નિબંધલેખન સ્‍પર્ધા યોજાઈ હતી. વેબિનાર ભસ્‍કિલ્‍સ ફોર એ રિસાઈલન્‍ટ યૂથભ પર યોજાયો હતો. જેમાં 300 યુવાનોને પ્રભાસચંદ્ર દુબે (નિષ્‍ણાંત સભ્‍ય, ઓટોમોટિવ સ્‍કિલ્‍સ ડેવલપમેન્‍ટ કાઉન્‍સિલ એન્‍ડ કન્‍સ્‍ટ્રકશન સ્‍કિલ્‍સ ડેવલપમેન્‍ટ કાઉન્‍સિલ, રાજસ્‍થાન અને ઉત્તરાખંડના ગ્રામીણ આજીવિકા અભિયાનના ભૂતપૂર્વ સભ્‍ય)એ સંબોધનકર્યુ હતું. દુબેએ યુવાનોને નવી કુશળતાઓ શીખવા અને ફળદાયક બનવાની સલાહ આપી હતી. તેમણે આઈટી, બીપીઓ, ઈલેકિટ્રકલ, બેંકિંગ, નર્સિંગ વગેરે જેવા પાયાા ક્ષેત્રોમાં કૌશલ્‍ય વિકાસની ભૂમિકા પર ભાર મૂકીને નવી કુશળતાઓ શીખીને પ્રસ્‍તુત રહેવાનું મહત્‍વ સમજાવ્‍યું હતું. દુબેએ યુવાનોને કુશળ બનાવીને આત્‍મનિર્ભર બનવા પ્રોત્‍સાહન આપવા બદલ એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના પ્રયાસોની પ્રશંસા કરી હતી. પોર્ટ નર્સિંગ, ઈલેકિટ્રકલ, ટૂ-વ્‍હીલર મિકેનિકસ, બીપીઓ, બેંકિંગ અને ફાઈનાન્‍સ, ફિટર અને ફેબ્રિકેશન વગેરે જેવા ક્ષેત્રોમાં વિવિધ આવશ્‍યક કુશળતાઓમાં આશરે 103પ યુવાનો અને યુવતીઓને તાલીમ આપી છે. એમાંથી 80 ટકા કુશળતા ધરાવતા યુવાનોને સુરત, રાજકોટ, બેંગલોર અને અમદાવાદમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ અને હોસ્‍પિટલોમાં રોજગારી મળી છે. પોર્ટે ભઆત્‍મનિર્ભર ભારત અને કૌશલભ પર એક નિબંધલેખન સ્‍પર્ધાનું આયોજન પણ કર્યુ હતું. જેમાં 100થી વધારે નિબંધ રજૂ થયા હતા. સહભાગીઓએ કૌશલ્‍ય વિકાસ પર તેમની વિભાવના અને આત્‍મનિર્ભર ભારત માટેની જરૂરિયાત પર નિબંધો લખ્‍યા હતાં. આ પ્રસંગે એપીએમ ટર્મિનલ્‍સ પિપાાવાવના મેનેજિંગ ડાયરેકટર જેકોબ ફ્રિસ સોરોન્‍સેને કહૃાું હતું કે, ભભએપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવમાં અમે યુવાપેઢીને કુશળતા પ્રદાન કરવા અને સ્‍વનિર્ભર બનાવવા પર્યાપ્‍ત સજજતા પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. મને એ જોઈને આનંદ થયો છે કે, અમારા પ્રયાસોનાં સકારાત્‍મક પરિણામો મળ્‍યા છે, જેના પરિણામે આત્‍મનિર્ભર ભારતનાં માર્ગે આકાર લીધો છે.ભભ અગાઉ એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે હાથ ધરેલી કૌશલ્‍ય વિકાસની પહેલોને સ્‍થાનિક યુવાનોને તાલીમ આપવા બદલ ભમુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસશિપ યોજનાભ એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ ર014માં સંયુકત રાષ્‍ટ્રની સાધારણ મહાસભાને વર્લ્‍ડ યૂથ સ્‍કિલ્‍સ ડેની ઉજવણીની શરૂઆત કરી હતી, જેનો આશય ટેકનિકલ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ 8તઅભત9 સંસ્‍થા તથા સરકારી/ખાનગી ક્ષેત્રની ભાગીદારો ઘ્‍વારા યુવાનોને રોજગારી મેળવવા, ઉચિત કામ મેળવવા અને ઉદ્યોગસાહસિકતા માટે કુશળતા સાથે સજજ કરવાનો છે.

error: Content is protected !!