સમાચાર

અમરેલીની અમર ડેરી થકી ખેડૂતો અને પશુપાલકોની લોકડાઉનમાં પણ આજીવિકા શરૂ રહી

સહકારથી સ્‍વરોજગાર, સ્‍વરોજગારથી આત્‍મનિર્ભર

અમરેલીની અમર ડેરી થકી ખેડૂતો અને પશુપાલકોની લોકડાઉનમાં પણ આજીવિકા શરૂ રહી

છેલ્‍લા 4 મહિનામાં પશુપાલકોને રૂા. 66.3પ કરોડ ચૂકવાયા

અમરેલી, તા.ર1

કોવિડ-19/ર0ની મહામારી અને લોકડાઉન જેવા કપરા સમયમાં પણ અમર ડેરી થકી ખેડૂતો અને પશુપાલકોની આજીવિકાચાલુ રહી શકી છે. માર્ચ-ર0થી આજ દિન (4 માસ) સુધી દૂધના માઘ્‍યમથી અમર ડેરી દ્વારા મહિને રૂા. 16.પ8 કરોડ એમ કુલ રૂા. 66.3પ કરોડ જેવી માતબર રકમ ખેડૂતો અને પશુપાલકોને ચૂકવવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા સ્‍વરોજગારી થકી આત્‍મનિર્ભર ભારત બનાવવા માટે પશુપાલકોને ખેડૂતોની જેમ નહીંવત વ્‍યાજદરે ક્રેડિટ ફેસીલીટી આપવા માટે આ યોજના લાવવામાં આવેલ છે. જે અંતર્ગત પશુપાલકોને પશુપાલન માટે 1.60 લાખની લોન મળવાપાત્ર થશે. આ યોજનાનો મહતમ લાભ અમર ડેરીના દૂધ ભરતા સભાસદોને મળે તે માટે અમર ડેરી સાથે જોડાયેલ દૂધ મંડળીઓની ચેનલથી કિસાન ક્રેડિટ કાર્ડના ફોર્મ ભરવામાં આવી રહયા છે.

અમર ડેરી આ યોજનામાં નોડલ એજન્‍સી નિમાયેલ છે. આજ દિન સુધી કુલ 43પ મંડળીઓ દ્વારા કુલ 7પ00 સભાસદોના ફોર્મ ભરાઈ ચૂકયા છે. આ યોજનાનો લાભ લેવા સભાસદોને દૂધ મંડળીનો સંપર્ક કરી ત્‍યાંથી ફોર્મ લઈ તેની વિગતો ભરી સમયસર દૂધ મંડળીને પરત જમા કરાવવા અમર ડેરી દ્વારા અપીલ કરવામાં આવે છે.

અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. અમર ડેરી દ્વારા પશુપાલકો માટે એક કિટ તૈયાર કરવામાં આવી છે. આ કિટમાં મિનરલ મિક્ષર પાઉડર, કૃમિનાશક દવા, કેલ્‍શીયમ અને હોમયોપેથીની ચાર પ્રકારની દવાઓ આપવામાં આવેલ છે. હાલપશુઓને વેતરમાં આવવાનો સમય હોય તો આ કિટ આપણા પશુપાલકોના પશુઓ માટે ખૂબ લાભકારી સાબિત થશે. આ કિટમાં આપવામાં આવેલ ઘટકો અને તેના ઉપયોગથી થતા લાભ નીચે મુજબ છે.

દૂધ એક સંપૂર્ણ ખોરાક છે. તેમાં આવતા તમામ તત્‍વો પશુઓના શરીરમાંથી દૂધ આવે છે તેવા સંજોગોમાં જો પશુઓને તે તત્‍વો મુજબનો ખોરાક આપવામાં ન આવે તો પશુઓના શરીરમાં તે ખનીજ  તત્‍વોની ઉણપ ઉભી થાય જેની સીધી અસર દૂધ ઉત્‍પાદન પર પડે જેમકે આપણા જિલ્‍લાની જમીનમાં ફોસ્‍ફરસની ઉણપ છે જેથી તેમાં જે ઘાસચારો પશુઓ ખાય છે તેમાંથી તેમને પૂરતા પ્રમાણમાં ફોસ્‍ફરસ મળતું નથી. જેને ઘ્‍યાને લઈ આપણે એરિયા સ્‍પેસિફીક મિનરલ મિક્ષર પાઉડર બનાવેલ છે. આ પાઉડરમાં કેલ્‍શીયમ, ફોસ્‍ફરસ, કોપર, વિટામિન્‍સ, જિંક વિગેરે મિનરલ (ખનીજ તત્‍વો) મિક્ષ કરેલ છે.

જેનાથી દૂધ ઉત્‍પાદન વધે, ગાભણ અને વિયાણ સમયસર થાય, ખોરાકનું સારી રીતે પાચન થાય, પશુઓને શરીરનું ધોવાણ અટકાવે.

પશુઓના શરીરની અંદર (કૃમિ) અને બહારના ભાગે પરોપજીવી જીવાત પશુઓનું લોહી ચૂસતી હોય છે જો તેને નિયંત્રણ ન કરવામાં આવે તો પશુઓની દૂધ ઉત્‍પાદકતામાં ઘટાડો થાય છે.

આ દવાથી પશુઓના શરીરની અંદર અને બહારની જીવાતનો નાશ કરે છે. જેના લીધે દૂધ ઉત્‍પાદન વધે છે.ગાય/ભેંસનું શરીરને પૂરતું પોષણ મળવાથી શરીર સારૂ બને છે.

ગાય/ભેંસના દૂધમાં મહત્‍વનું તત્‍વ કેલ્‍શીયમ હોય છે. જે તેમના શરીરમાંથી દૂધમાં આવે છે. જો ખોરાક દ્વારા પૂરતું કેલ્‍શીયમ ના મળે તો ગાય/ભેંસના હાડકા ધોવાય છે અને શરીર નબળુ પડે છે. જેના લીધે દૂધ ઉત્‍પાદન ઘટે છે. આ માટે આ કિટમાંથી કેલ્‍શીયમની બોટલ દ્વારા આ ઉણપ પૂરી કરી શકાય છે. કેલ્‍શીયમની સાથો સાથ વિટામીન એ, ડી3 અને બી1ર પણ ઉમેરવામાં આવ્‍યા છે.

જેના દૂધ ઉત્‍પાદન વધે, વિટામીનની ઉણપ દૂર થાય છે. પશુઓને શરીરનું ધોવાણ અટકાવે છે.

આ હોમિયોપેથી દવાઓમાં ચાર પ્રકારની દવાઓ આપવામાં આવેલ છે. (1) આવના સોજાની (મસ્‍ટાટિસ) સામે રક્ષણ (ર) ઝાડા રોકવા માટે (શેરતા બંધ કરવા) (3) દૂધનો પરાહો પુરતો લાવવા. આ તમામ ગોળીઓ હોમિયોપેથી દવા જે જેથી આની કોઈ આડઅસર થતી નથી.

ગુજરાત સરકાર અને અમર ડેરીના સહયોગથી 1ર દૂધાળા પશુઓ યોજના છેલ્‍લા 3 વર્ષથી ચાલી રહી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે (ર0ર0/ર1)માં ર1 ડેરી ફાર્મિંગ યુનિટને પૂર્વ મંજૂરી આપી દીધેલ છે. આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્‍લી તારીખ 14/8/ર0 છે. વર્ષ-18/19 અને 19/ર0 એમ બે વર્ષમાં કુલ 70 ડેરી ફાર્મિંગ યુનિટ કાર્યરત થયેલ છે.

અમર ડેરી દ્વારા પશુઓમાટે સમતોલ પશુ આહાર ભઅમર પાવર દાણભ બનાવવામાં આવી રહયો છે. આપણા ખેડૂતો અને પશુપાલકોને આ ખાણ દાણ ઘર બેઠા વ્‍યાજબી ભાવે મળી રહે તે માટે ડેરી દ્વારા દાણની પ્રતિ બેગ પર સબસિડી જાહેર કરવામાં આવેલ છે. જેમાં 4પ કિલો અમર પાવર દાણ પડતર કિંમત રૂા. 93પ, અમર ડેરી દ્વારા અપાતી સબસિડી રૂા. 14પ, મહતમ વેચાણ કિંમત રૂા. 790.

અમર ડેરી દ્વારા દૂધ ભરતા સભાસદો માટે સભાસદ આકસ્‍મિક વીમા યોજના ચાલી રહી છે. જે અંતર્ગત ડેરીમાં દૂધ ભરતા સભાસદોનો રૂા. ર લાખનું વીમા કવર આપવામાં આવે છે. જેનું 100% પ્રીમિયમ અમર ડેરી દ્વારા ભરવામાં આવે છે. ચાલુ વર્ષે 10 હજાર સભાસદો આ યોજનામાં જોડાયેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: