સમાચાર

વીકટર 108ની ટીમે સ્‍થળ પર જ કરાવી જોડીયા બાળકોની પ્રસૂતિ

વીકટર 108ની ટીમે સ્‍થળ પર જ કરાવી જોડીયા બાળકોની પ્રસૂતિ

અમરેલી, તા.ર1

વીકટર 108ની ટીમ સ્‍થળ પર પહોંચતા ઈ.એમ.ટી. વિશાલ પડસાલા અને પાયલોટ કિશન રાબડીયાએ 108માં આવતી ડિલીવરી કીટ લઈને તુરંત જ સ્‍થળ પર પહોંચી ગયા હતા. ખૂબ જ પ્રસૂતિની પીડા ઉપડતા અશમાબેન ઈમરાનભાઈ ભાગવાણીએ સ્‍થળ પર બેલડા એટલે કે જોડિયા બાળકોને જન્‍મ આપ્‍યો. જયારે ઈ.એમ.ટી. વિશાલ પડસાલાએ એક બાળકની સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી અને બીજુ બાળક ઉંધુ હોય તેવું જણાતા તુરંત જ ઈ.એમ.ટી.એ સહેલાઈથી સુરક્ષિત અને સફળ પ્રસૂતિ (ડિલીવરી) સ્‍થળ પર જ કરાવી હતી. પહેલા બાળકનું વજન ર કિ.ગ્રા. અને બીજા બાળકનું વજન 1.4 કિ.ગ્રા હોવાથી બીજા બાળક હૃદયના ધબકારા ઘટી ગયાહતા અને શ્‍વાસ લેવામાં તકલીફ થતા તુરંત જ બાળકને એમ્‍બ્‍યુલન્‍સમાં લઈને સી.પી.આર. + બી.વી.એમ. અને ઓકિસજન આપીને અને દર મિનિટે વાયટલ તપાસ કરતા બાળકના ધબકારા અને શ્‍વાસ વધારવામાં સફળતા મળી હતી. અને માતાને બ્‍લડ પ્રેશર ઘટી જતાં બંને હાથમાં સોઈ નાખીને 108 કોલ સેન્‍ટર પરના તબીબ ડો. વિષ્‍ણુ પટેલની સલાહ પ્રમાણે ર બોટલ ગ્‍લુકોઝ ચઢાવી અને ઈન્‍જેકશન આપીને માતાનું બ્‍લડ પ્રેશર નોર્મલ કર્યું હતું અને રકત પ્રવાહ વહી જતા ઈન્‍જેકશન આપી રકત સ્‍ત્રાવ બંધ કર્યો હતો અને દર્દીના સગાએ 108ના સ્‍ટાફને ભગવાન અને અલ્‍લાહના સમાન માનીને ખૂબ આશીર્વાદ આપ્‍યા હતા અને તેવું પણ કીધું હતું કે જો 108 ના આવી હોત તો અમે લોકો હેરાન થઈ ગયા હોત અને 108 આવતા દર્દીના સગાએ રાહતનો શ્‍વાસ લીધો હતો અને ટીમનો આભાર માન્‍યો હતો. આમ 108 દ્વારા સફળતા પૂર્વક જોડિયા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: