સમાચાર

વડી-ઠેબી સિંચાઈ યોજના માટે સંપાદન થયેલ જમીન કોના નામે ચાલે છે તેની તપાસ કરો : ધારાસભ્‍ય વિરજી ઠુંમર

અમરેલીનાં પાદરમાં વર્ષો પહેલા વડી-ઠેબી સિંચાઈ યોજના માટે

સંપાદન થયેલ જમીન કોના નામે ચાલે છે તેની તપાસ કરો : ધારાસભ્‍ય વિરજી ઠુંમર

સિંચાઈ યોજનાની તમામ કામગીરી પારદર્શી ન થવાથી સાંતલી જેવી સિંચાઈ યોજના પડતી મુકવી પડે છે

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે મહેસુલ વિભાગનાં સચિવને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર0

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે મહેસુલ વિભાગનાં સચિવને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની બાજુમાં ઠેબી સિંચાઈ યોજના તેમજ વડી સિંચાઈ યોજના આશરે રર વર્ષ પહેલા જમીન સંપાદન કરી બનાવવામાં આવેલ છે. જમીન સંપાદનના વળતર અંગે ઘણા લાંબા સમય સુધી લીટીગેશન અને કોર્ટ મેટર હાઈકોર્ટ અને મને લાગે છે કે સુપ્રિમ કોર્ટ સુધી થયેલ છે અને આ સંપાદનમાં સરકારને કોર્ટના આદેશ અનુસાર ભારે મોટી મેળાપીપણા નીચે જમીન સંપાદનના વળતરની ચુકવણી કરવી પડેલ છે. મોટા વળતર ચુકવ્‍યા બાદ પણ તત્‍કાલીન મુખ્‍યમંત્રી તેમજ રાજયના અનેક પ્રધાનો ઘ્‍વારા સાંતલી સિંચાઈ યોજનાનાં ચૂંટણી સમયે ખાતમુર્હુતથયેલું. આ ખાતમુર્હુત થયા બાદ અનેકવાર લેખિત તેમજ વિધાનસભામાં મે પૂછેલા પ્રશ્‍નોમાં પણ યોજના થશે જ તેવી ખાત્ર આપ્‍યા બાદ ગત વિધાનસભામાં મારા બીજા પ્રશ્‍નના જવાબમાં વાયબલ ન હોવાને કારણે સાંતલી સિંચાઈ યોજના પડતી મુકવામાં આવેલ છે તેવું સરકાર તરફથી જવાબ આપી દેવામાં આવેલ છે. અમરેલી તાલુકા અને જિલ્‍લાનાં ખેડૂતોની ખૂબ જ લાગણી દુધાયેલ છે તેમજ રાજકીય આગેવાન તરીકે સરકારની કામગીરી ઉપર અનેક પ્રશ્‍નો મારા મનમાં પણ થયેલા છે અને તે પ્રશ્‍નોના જવાબ હજુસુધી સરકારમાં લંબીત છે.

વધારામાં સાંતલી સિંચાઈ યોજનાને સૌની યોજનામાં સિંચાઈ વિભાગના અધિકારીઓએ પાણી ભરવામાં સમાવેશ કરેલો. આ બાબતે 14મી વિધાનસભાના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ મેં મારા વકતવ્‍યમાં ભકયા છે સાંતલી ? હું ટોર્ચ લઈને શોધુ છું પણ મંત્રી મને સાંતલી સિંચાઈ યોજના દેખાતી નથી.ભ હાલના બનાસકાંઠાના એમપી અને તત્‍કાલીન સિંચાઈ મંત્રી પરબતભાઈ પટેલે મને વિધાનસભામાં એવી ખાત્રી આપેલ છે કે વિરજીભાઈ ચિંતા ન કરો આ સાંતલી સિંચાઈ યોજનાનું ખાતમુર્હુત હાલના વડાપ્રધાન તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરેલું છે એટલે આ સિંચાઈ યોજના થશે થશે ને થશે જ. તેમજ ટૂંક સમયમાં આ કામગીરી કરવામાં આવશે તેવું વિધાનસભાનાં રેકર્ડઉપર છે. પરંતુ આ યોજનાને વાયેબલ નથી તેથી પડતી મુકવામાં આવે છે તેવું ગત સત્રમાં જવાબ આપી કહેલ છે તેનું મારી સહિત અમરેલી તાલુકા અને જિલ્‍લાના ખેડૂતોના તેમજ પ્રજાજનોના મનમાં દુઃખ છે.

આટલા ટૂંકસાર પછી હું કહેવા એ માંગુ છું કે, તાજેતરમાં અમરેલીના જાગૃત નાગરીક મગનભાઈ માધડનાં કહેવા પ્રમાણે (1) રર વર્ષ પહેલા સિંચાઈ માટે સંપાદન થયેલ જમીનનું વળતર ચુકવાયું છતાં ખેડૂતોના નામે જમીન કેમ ? (ર) સંપાદન જમીન ઉપર હજુપણ બોજાનોંધ અને ધિરાણ થઈ રહૃાું છે તેવું કેમ ? (3) સંપાદન જમીનનું વળતર ચુકવ્‍યા બાદ વિભાગના નામે કેમ કરવામાં આવેલ નથી ? (4) વળતર ચુકવ્‍યા બાદ જમીનની ખરીદ વેચાણ થઈ રહૃાું છે તેવું કેમ ? તેમજ તેના કબ્‍જેદાર કોણ છે ? ઉપરાંત સરકારી તમામ સહાયના આ જમીન આધારીત ખેડૂતોને લાભ મળી રહૃાા છે તેવું કેમ ? તેમ જણાવી માધડ ઘ્‍વારા તા. 18/7/ર0ર0 તેમજ તા. 19/7/ર0ર0નાં પ્રેસ નિવેદન કરી જો ન્‍યાય નહી અપાઈ તો નાછુટકે કાયદાકીય ન્‍યાય પ્રક્રિયામાં જવું પડશે તેમ પણ એક પ્રશ્‍નથી પ્રેસ નિવેદનમાં જણાવેલ છે. આવું થશે તો અન્‍ય બીજી યોજનાને પણ અસર થશે તેવું મારૂ માનવું છે.

હું એ જાણવા માંગુ છું કે, સરકાર સતત ખેડૂતો માટે વાતો કરે છે, ચિંતા કરે છે, નર્મદા યોજનામાટેના અનેક જસ લઈ રહૃાા છે પરંતુ હાલના પક્ષની સરકાર રપ વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે આવી કોઈ મોટી યોજના બનાવી શકેલ નથી તેનું પણ દુઃખ છે. તેની પાછળના કારણો વડી સિંચાઈ યોજના તેમજ ઠેબી સિંચાઈ યોજનામાં થયેલ કૌભાંડના કારણે રાજયમાં સિંચાઈ યોજના ન થતી હોય તેવો મારા મનમાં પ્રશ્‍ન થઈ રહૃાો છે. આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી આપના લેવલેથી જો કોઈ ગેરરીતિ થયેલ હોય તો તેની ગંભીરતાપૂર્વક ઉચ્‍ચ લેવલની કમિટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી રહૃાો છું અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો ગેરરીતિ કરનાર અધિકારી/ કર્મચારી કે પદાધિકારી હોય તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આ પત્રથી રજૂઆત કરી રહૃાો છું. તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: