સમાચાર

ધાતરવડી નદીનાં પુલનું કામ ડાયવર્ઝન વગર શરૂ કરી દેવાતા રજૂઆત

માર્ગ-મકાન વિભાગ ઉતાવળમાં હોય તેવું લાગ્‍યું

રાજુલા : ધાતરવડી નદીનાં પુલનું કામ ડાયવર્ઝન વગર શરૂ કરી દેવાતા રજૂઆત

આગેવાનોની રજૂઆત બાદ ડાયવર્ઝનની વ્‍યવસ્‍થા થઈ

રાજુલા, તા.14

રાજુલા નજીક ધાતરવડીનો પુલ થોડા દિવસો પૂર્વે જર્જરીત થયો ગાબડુ પડી જતાં આ માર્ગે ભારે વાહનોને જતા અટકાવી દેવાયા અને વાયા વીજપડીથી સાવરકુંડલા, અમરેલી, રાજકોટ વાહનો જતા તંત્ર દ્વારા આ પુલનું કામ શરૂ થયું પરંતુ કોઈ ડાયવર્ઝનની વ્‍યવસ્‍થા ન કરી અને પુલની બીજી બાજુ અડીને ઝાંપોદર, માંડરડી, ધુડીયા આગરીયા ગામોના લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડયો. ગામના સરપંચ મનુભાઈ ધાખડા, માંડરડી ગામના સરપંચ દેવાતભાઈ દડી આવ્‍યા આ ગામોના લોકો શાકભાજી, દૂધના ધંધા સાથે  સંકળાયેલા છે. રાજુલા જવાનો માર્ગ બંધ થતા જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ શાકભાજી, દૂધ પહોંચતા કર્યા અને ગામજનોએ મદદ કરી હતી. સરપંચો દ્વારા રાજુલાના ડાયરેકટર રમેશભાઈ વસોયાએ પીડબલ્‍યુડીના અધિકારીને તત્‍કાલ સ્‍થળ પર બોલાવ્‍યા હતા અને ડાયવર્ઝન બાબતે રજૂઆત કરી ત્‍યાર બાદ ડાયવર્ઝનનું કામ શરૂ થયું. અન્‍યથા 3 કિલોમીટર રાજુલા પહોંચવામાં ર0 કિલોમીટર ફરવું પડે તેવી સ્‍થિતિ હતી. સમૂહખેતીના લોકોને પણહાલાકીનો સામનો કરવો પડયો હતો. આખરે આ ડાયવર્ઝનની સમસ્‍યાનો અંત ગઈકાલે બપોરે 3 વાગ્‍યે થયો અને ગામજનો શાંત થયા. હજીયે ધુડીયા આગરીયા, માંડરડી, ઝાંપોદર, સમૂહખેતીના ગામજનોની માંગ છે કે આ કામ બને તેટલું ઝડપી અને સારૂ થાય જેથી વધુ હાલાકી ન ભોગવવી પડે.

error: Content is protected !!