સમાચાર

મામલતદાર કચેરીનાં ઈ-ધરા કેન્‍દ્ર વિષે જાણો

મામલતદાર કચેરીનાં ઈ-ધરા કેન્‍દ્ર વિષે જાણો

ગુજરાત રાજયે જમીન દફતર ના કોમ્‍પ્‍યુટરાઇઝેશનની કામગીરી કરીને તમામ તાલુકાઓનું જમીન રેકર્ડ ઓનલાઈન કરેલ છે. ખેડૂતોને તેમની જમીનના ગામ નમૂનાઆ 7, 1ર, 8 અને 6 નંબરની નકલો ગામડે બેઠા બેઠા ઉપલબ્‍ધ કરાવી શકાય છે.
ઉક્‍તત દસ્‍તાવેજોના વિતરણ ઉપરાંત હક્કપત્રકમાં ફેરફાર નોંધો સબબ કાર્ય કરવા માટે તાલુકે-તાલુકે મામલતદાર કચેરીઓમાં ઇ-ધરા કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવેલ છે. જેમાં ‘વેબ ભૂલેખ’ સાફટવેરની મદદથી ખેડૂતો દ્વારા રજૂ થતી અરજીઓ સંબંધે તેઓની જમીનોમાં ફેરફાર નોંધો દાખલ કરવા સહિત આગળની તમામ આનુસંગિક કાર્યવાહીઆ કરવામાં આવે છે. આ મુજબ જ ગામડે પંચાયત કચેરીઓમાથી પણ ખેડૂતોને આ દસ્‍તાવેજોની નકલો ઇ-ગ્રામ કેન્‍દ્રો ખાતેથી પૂરી પાડવામાં આવે છે. વેબ-ભૂલેખ, વિન-ભૂલેખ અને ઇ-જમીન એ ભૂલેખ સોફટવેરના ત્રણ પાયા છે.
અગાઉની સરખામણીમાં આ પપ્રધતિ ની મદદથી જમીનમાં થતાં ફેરફારની કામગીરીમાં સુરક્ષાનું પરિમાણ વધારે છે. નોંધો દાખલ કરતી વખતે આંગળાની છાપ તેમજ ફોટોગ્રાફસ સહિત અરજદારના મોબાઈલ નંબર પણ લેવામાં આવે છે. તેમજ સમયે સમયે ફેરફાર નોંધો પ્રમાણિત થવા સુધીના તમામ તબક્કાઓ જેવા કે, નોંધ લખાઇ જવી, લોક થવી, 13પ ડી નોટિસ જનરેટથવી, નોટિસ બજવણી તથા નોંધનો નિર્ણય થયા બાબતની અરજદારને તેના મોબાઈલ નંબર ઉપર જાણ થાય છે.
ઇ-ધરા કેન્‍દ્ર ખાતે ર નાયબ મામલતદારો, ર કારકુનો તથા કેટલીક કચેરીઓમાં રેવન્‍યુ તલાટીઓ પણ ફરજ બજાવતા હોય છે. સંપૂર્ણ સાફટવેર દયહ (નેશનલ ઇન્‍ફોર્મેટિક સેન્‍ટર) દ્વારા બનાવવામાં આવેલ છે તેમજ ગુજરાતના તમામ ઇ-ધરા કેન્‍દ્રો નકધબદ (ગુજરાત સ્‍ટેટ વાઈડ એરિઆ નેટવર્ક) ની કનેક્‍ટિવિટી ઉપર કાર્યરત છે. વર્ષ ર004 થી કોમ્‍પ્‍યુટરાઇઝડ કામગીરીઓ કરવામાં આવે છે. જે અગાઉ લખવામાં આવેલ ગામ નમુનાઓ પૈકી હાલ ગામ નમુના નંબર 6 અને 7 ની હસ્‍તપ્રતને સ્‍કેનિંગ કરીને ઓનલાઈન કરવામાં આવેલ છે. જેની નકલો અરજદાર પાસેથી નકલ ફી લઈને ગામડે પંચાયત અથવા તો તાલુકા મથકે ઇ-ધરા કેન્‍દ્ર ખાતેથી મેળવી શકાય છે.
ઇ-ધરા કેન્‍દ્ર ખાતે જમીનોનું વેચાણ, વારસાઈ, હક કમી, હક દાખલ, સગીર પુખ્‍ત, બોજો દાખલ, બોજા મુક્‍તિત, હયાતીમાં વહેચણી, સર્વે અદલ બદલ, સહ ભાગીદાર હક દાખલ વગેરે જેવા ફેરફારો સહિત ઓનલાઈન જંત્રી, મિલકતનું વેલ્‍યુએશન, દસ્‍તાવેજ, કૂવો-બોર દાખલ, ખાતેદારની ખરાઈ, ઇ-સ્‍ટેમ્‍પિંગ, સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીની વિગતો, ફિંગરપ્રિંટ લેવા સહિતની કામગીરીઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.
ઇ-ધરા કેન્‍દ્ર ખાતે અરજદારે ફેરફાર પ્રકાર માટે નિયત કરાયેલનમૂનામાં ફેરફાર અરજી કરવાની હોય છે. અરજી સાથે નિયત કરવામાં આવેલ જરૂરી દસ્‍તાવેજોનું બિડાણ કરવાનું હોય છે. જે તમામ વિગતો ઇ-ધરા કેન્‍દ્રો ખાતે પ્રદર્શિત કરવામાં આવેલ હોય છે. દા.ત. વારસાઈ કરવા માટેની અરજી દાખલ કરવી હોય તો અરજી સાથે મરણ પ્રમાણપત્રની ખરી નકલ તથા કોમ્‍પ્‍યુટરાઈઝડ 7/1ર તથા 8અની નકલ જોડવી પડે. ફેરફાર અરજી નમુનાઓ તેમજ બિડાણ દસ્‍તાવેજોની યાદી, ઇ-ધરા કેન્‍દ્ર ખાતેથી વિનામુલ્‍યે અરજદારોને ઉપલબ્‍ધ થવા જોઈએ. અરજદારોને તેમના ફેરફાર અરજી સંબંધિત કામ માટે પ્રાથમિક સમજ આપવાની જવાબદારી અને સહાયરૂપ થવાની ફરજ, ગામડે તલાટીની તેમજ ઇ-ધરા ખાતે નાયબ મામલતદારની હોય છે.
અરજદાર દ્વારા જયારે જરૂરી નિયત દસ્‍તાવેજો સહ અરજીફોર્મ રજૂ કરવામાં આવે ત્‍યારે તે સ્‍વીકારવાની કામગીરીને પ્રાધાન્‍ય આપવાનું હોય છે. તરત જ તેમને કોમ્‍પ્‍યુટરાઈઝડ પહોંચ આપવી પડે છે. હાલે કામ ખૂબ વધારે હોવાના બહાના હેઠળ પહોંચ પછીથી આપવામાં આવશે તેવું બહાનું કોઈ અરજદારે ચલાવી લેવું જોઈએ નહીં. અરજદારની હાજરીમાં જ અરજીની વિગતો કોમ્‍પ્‍યુટરમાં દાખલ કરવાની હોય છે. તેમજ અરજીમાં જણાવેલા સર્વે નંબર જ પસંદ કરવાના હોય છે. બિડાણની વિગતો પણ કોમ્‍પ્‍યુટર માંદર્શાવવાની હોય છે. અરજી તમારી હાજરીમાં જ દાખલ થાય તેવો આગ્રહદરેકે રાખવો જોઈએ. કારણકે અરજી દાખલ થતી હોય તે દરમિયાન જો કોઈ ટાઈપિંગ ભૂલ કે ક્ષતિઓ રહી જશે તો અંતે તો સુધારા હુકમ કરાવવા માટે અરજદારે જ હેરાન થવાનું રહે છે.
જો શકય હોય તો ફેરફાર નોંધો સાથે સંલગ્ન તમામ પક્ષકારોને સાથે રૂબરૂ ઇ-ધરા કેન્‍દ્ર ખાતે લઈ જવા અને નોંધ નંબર જનરેટ થયા બાદ ત્‍યારે જ 13પ-ડીની નોટિસ જનરેટ કરવાનો આગ્રહ રાખવો અને નાયબ મામલતદારની રૂબરૂમાં જ 13પ-ડીની નોટિસમાં સહી કરવાનો આગ્રહ રાખવો. આવું કરવાથી તમારી નોંધ ઉપર 30 દિવસ બાદ નિર્ણય લઈ શકાશે અને તમારું કામ ઝડપથી પૂરું થશે. વધુમાં દરેક પક્ષકારોને નોટિસ બજેલ ન હોવાના કારણોસર નોંધ ‘ના-મંજૂર’ થવાની શકયતાઓ પણ ઓછી થશે. ઘણી વખત ટપાલ મારફત કે તલાટી મારફત સમયસર નોટિસ આપણા ઘેરે પહોચતી હોતી નથી તો કેટલીક વખત નોટિસ બજવણી થવા આવે ત્‍યારે આપણે હાજર પણ હોતા નથી.
13પ-ડીની નોટિસ ફેરફાર માટે દાખલ થયેલ નોંધ સંબંધિત જમીન સાથે જોડાયેલા તમામ પક્ષકારોને ફેરફાર સબંધિત જાણ કરવા માટે હોય છે. જેથી કરીને કોઈને અંધારામાં રાખીને જાણ બહાર જમીનોમાં ફેરફાર ન થઈ જાય. 13પ-ડીની નોટિસ મળ્‍યેથી તેમાં જણાવેલ ફેરફાર મંજૂર ન હોય તો એક વાંધો દર્શાવતી સાદી અરજી નોટિસ મળ્‍યેથી 30 દિવસની મર્યાદામાં મામલતદારકચેરીમાં કરવાની રહે છે. જેના આધાએ તકરારી કેસ દાખલ કરીને બંને પક્ષોને સાંભળવા મામલતદાર સમક્ષ બોલાવવામાં આવશે. 13પ-ડી નોટિસની એક નકલ ફરજિયાત ચાવડી (ગ્રામપંચાયતના નોટિસબોર્ડ) પર પ્રસિદ્ધ કરવી પડે છે. આથી તમારા ગામમાં તલાટીને જો આવી ટેવ ન હોય તો આ બાબતે પંચાયતનું ઘ્‍યાન દોરવું જોઈએ. અઠવાડિયે એક વખત તો દરેક ખેડૂતે પંચાયતના નોટિસબોર્ડ પર નજર ફેરવવી જ જોઈએ. આવું કરવાથી તમારી જમીનોમાં કોઈ પણ પ્રકારની ફેરફાર નોંધ તમારી જાણ વગર દાખલ થયેથી તમને જાણ થશે અને જમીન કૌભાંડ થતાં અટકશે.
એક બાબત ખાસ ઘ્‍યાનમાં રાખશો કે, જયારે પણ 13પ-ડીની નોટિસ બજવણી થાય ત્‍યારે સહી કે અંગૂઠાની નીચે જે-તે દિવસની તારીખ ખાસ લખવાનું ચૂકશો નહીં. જેથી કરીને તમને વાંધો દર્શાવવા માટે 30 દિવસનો સમય મળી રહે. યાદ રાખશો કે, કાગળો અધૂરા હોવાથી, 13પ-ડીની નોટિસ બજવણી થઈ ન હોવાથી, વારસાઈના કિસ્‍સામાં બોજા મુક્‍તિત થઈ ન હોવાથી, ખરી નકલ જોડેલ ન હોવાથી, વગેર જેવા ક્ષુલ્લક કારણોસર નોંધ ના-મંજૂર કરવાના અધિકારો આપવામાં આવેલ નથી. આથી આવા પ્રસંગોએ અરજદારે ઉપરની કક્ષાએ કલેકટરને રજૂઆત કરવી જોઈએ. જો કાગળો પૂરા ન હોય તો અરજદારને કાગળો પૂરા કરવા માટે જે-તે નિર્ણય કરનાર અધિકારી તરફથીયાદી પાઠવવી ફરજિયાત હોવાનો પરિપત્ર થયેલ છે.
જમીન ખરીદતી વખતે જે-તે મામલતદાર કચેરીમાં રજૂ કરવાના થતાં જરૂરી કાગળોમાં વેચાણ દસ્‍તાવેજની ખરી નકલ, ખરીદનારનો ખાતેદાર હોવાના પુરાવા રૂપે વારસાઇની નોંધની ખરી નકલ, બોજામુક્‍તિતનો દાખલો, સગીરની મિલકતનું વેંચાણ હોય તો સક્ષમ અધિકારીની મંજૂરી, કોમ્‍પ્‍યુટરાઈઝડ 7/1ર તથા 8અની નકલની સાથોસાથ બાપ-દાદાના ઉત્તરોત્તર હક્કપત્રકો જોડવાના ભુલશો નહિ. કારણકે ઘણા અધિકારીઓએ તમે ખાતેદાર કઈ રીતે બન્‍યા એ ચકાસવાની સાથોસાથ તમારા બાપ-દાદા પણ મૂળથી ખાતેદાર છે કે નહી તેવી સઘન ચકાસણીઓ કરતાં હોય છે. આ દસ્‍તાવેજો પહેલેથી જ સામેલ કરવાને કારણે સમયસર આપણા કામનો નિકાલ આવે છે અને આપણને ધક્કા ખાવાના પ્રસંગો બનતા અટકે છે.
નોંધનો નિર્ણય થયા બાદ જો તમારા નામમાં કે સર્વે નંબર કે ક્ષેત્રફળમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો સંપૂર્ણ જવાબદારી નોંધ દાખલ કરનાર નાયબ મામલતદાર (ઇ-ધરા) અને નોંધનો નિર્ણય કરનાર બંનેની આવે છે. બંને પૈકી કોની ભૂલ છે એ કોમ્‍પ્‍યુટરની મદદથી જાણી શકાય છે અને આ બાબતે કચેરીના વડાને કે સબ ડિવિજનના વડાને ફરિયાદ કરી શકાય છે. નોંધનો નિર્ણય કરનારની ફરજ છે કે નોંધનો નિર્ણય કર્યા બાદ સોફટવેરમાં બનતું સ્‍ટ્રક્‍ચર ફોર્મ (ક ાઃચ્‍?) તેણે ઝીણવટપૂર્વકતપાસવું જોઈએ અને પછી જ એમાં સહી કરવી જોઈએ. કોઈ ભૂલ ન હોવાની ખાતરી થયા બાદ જ નાયબ મામલતદારે પોતાના ફિંગરથી નોંધને અસર આપવી જોઈએ. મોટાભાગની કચેરીઓમાં નોંધનો નિર્ણય કરનાર અધિકારી જ ક ાઃચ્‍?ને ખાસ મહત્‍વ આપતા નથી અને સહી પણ કરતાં નથી જે બિલકુલ નિયમ વિરુદ્ધનું કામ ગણાય.
બોજા દાખલની નોંધો પડાવવા માટે ખેડૂતોને ઇ-ધરા કેન્‍દ્રના ધક્કા ન થાય તે માટે દરેક બેંકને જ પોતાના કમ્‍પ્‍યુટરમાથી બોજાની નોંધ દાખલ કરવાની સત્તા આપેલ છે. આથી બેન્‍ક દ્વારા કોઈને મામલતદાર કચેરીએ બોજો દાખલ કરાવવા બાબતે મોકલવામાં આવે તો આ બાબતનો વિરોધ કરી શકે છે. ઇ-ધરા ખાતે દરેક મ્‍યુટેશનને અલગ અલગ ફાઇલમાં ફાઇલિંગ કરીને સાચવવામાં આવે છે. તેમજ અલગ અલગ ઘણા પ્રકારના રજીસ્‍ટરો નિભાવવાના હોય છે. કેટલાક કિસ્‍સાઓમાં ચતય કરવાના સમયે આ રજીસ્‍ટરોની નકલો પણ માંગી શકાય છે તે દરેકે ઘ્‍યાને રાખવું જોઈએ.
દરેક ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સુવિધા શરૂ હોવી જ જોઈએ. આ બાબતે કોઈ ફરિયાદ હોય તો તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર નેફરિયાદ કરવી જોઈએ. ઇ-ગ્રામમાંથી 7થી 10 રૂપિયા, જયારે ઇ-ધરા કેન્‍દ્ર કે જનસેવા કેન્‍દ્ર માથી નકલ દીઠ પ રૂપિયા લેખે વસૂલવામાં આવતા હોય છે. કચેરીમાથી તમને આપવામાં આવતી નકલોમાં નાયબમામલતદારે સહી સિક્કા કરેલ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. દર વર્ષે આપણા ગામ નમૂના નંબર 1ર ની નકલો કાઢવીને તેમાં પાકની વિગતો તલાટી દ્વારા બરોબર નોંધવામાં આવેલ હોવા બાબતની પણ ખાતરી કરતાં રહેવી જોઈએ.
ઘણી વખત આપણા આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ માં નામની વિગતો અને જમીન રેકર્ડમાં નામની વિગતોમાં ફેરફાર હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી સુધારાઓ અત્‍યારથી જ કરાવી લેવા જોઈએ. જેથી કરીને આગળ જતાં પ્રશ્નો સર્જાય નહીં. ખાતામાં રહેલી તમામ જમીનો વેંચાણ થતું હોય ત્‍યારે તરત જ નાયબ કલેક્‍ટર પાસેથી ત્રણ વર્ષની મુદ્દત વાળું ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું ચૂકશો નહીં. આ પ્રમાણપત્ર મળ્‍યેથી તમે 3 વર્ષના સમયગાળામાં નવી જમીન ખરીદી શકો છો.
ઇ-ધરા કેન્‍દ્ર લગત પરીપત્રો, અરજીના નમુનાઓ, જંત્રી, ગામના નક્‍શાઓ, જમીનોને લગત રેકર્ડ સહિતની વધુ માહિતી મેળવવા માટે આપ નીચે જણાવેલ લિન્‍ક 1 ઉપરથી મહેસૂલ ખાતાની ઠયબતશયિં ની મુલાકાત લઈ શકો છો તેમજ ક્રમ નંબર ર પર આપેલી લિન્‍કની મદદથી આપ ઘેર બેઠા આપના મોબાઇલમા આપની કે આની કોઈપણની જમીનો અંગે માહિતી મેળવી શકો છો.

error: Content is protected !!