સમાચાર

વેપારી ઉપર દુકાનમાં ઘુસીને રેંકડીધારકે કર્યો હુમલો

અમરેલીનાં જુના માર્કેટયાર્ડ નજીક કિસાન મોલ એગ્રોનાં

વેપારી ઉપર દુકાનમાં ઘુસીને રેંકડીધારકે કર્યો હુમલો

રેંકડી ઉભી રાખવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતા ગયા હોય વેપારીઓમાં રોષ

એગ્રોનાં તમામ વેપારીઓએ સીટી પોલીસ સ્‍ટેશનમાં આવેદનપત્ર પાઠવીને દાદાગીરી બંધ કરાવવા માંગ કરી

અમરેલી, તા. 11

અમરેલીનાં જુના માર્કેટયાર્ડ નજીક કિસાન એગ્રો મોલ નામની દુકાન ધરાવતાં વેપારીની દુકાનમાં ઘુસીને રેંકડીધારકે માર મારીને હલ્‍લાબોલ કરી દુકાનમાં બેસેલ વ્‍યકિતઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

વિગત એવા પ્રકારની છે કે, વડિયા તાલુકાનાં જંગર ગામે રહેતા અને અમરેલી માર્કેટયાર્ડ પાસે વેપાર કરતાં ધાર્મિકભાઈ જયંતીભાઈ વલાણી નામનાં વેપારીએ પોતાની દુકાનને નડતરરૂપ રેંકડીવાળાને બાજુમાં રાખવાનું કહેતા અમરેમાં રહેતા ઈલીયાસભાઈ અસરફભાઈ ધાનાણી તથા અયાનભાઈ ઈલીયાસભાઈ ધાનાણીએ વેપારીને લોખંડનું વજનીયુ મારી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતા પોલીસે બન્‍ને આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાનમાં અમરેલી જિલ્‍લા એગ્રો ઈન્‍પુટસ એસોસીએશન ઘ્‍વારા આજે સીટી પીઆઈને સામૂહિકરૂપે આવેદનપત્ર પાઠવવામાંઆવેલ હતું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં આવેલ માર્કેટયાર્ડવાળા રસ્‍તા ઉપર બન્‍ને સાઈડ ઉપર વેપારીઓની દુકાનો આવેલ છે. આ દુકાનોની આગળ સંખ્‍યાબંધ લારીવાળા આ વેપારીની દુકાન આગળ લારી ઉભી રાખી જાણીબુજીને અડચણ ઉભી કરી વેપારીને હેરાન-પરેશાન તો કરવામાં આવે છે પણ વેપારી સાથે ગુંડાગીરી જેવું વર્તન પણ કરવામાં આવે છે. ગઈકાલે આજે અંદાજીત પાંચ વાગ્‍યાનાં સમયે જુના માર્કેટયાર્ડનાં દરવાજા પાસે આવેલ જંતુનાશકની દુકાન કિસાન મોલ એગ્રોના નામે આવેલ છે. આ દુકાન આગળ એક        લારીવાળાને દુકાન માલિક ઘ્‍વારા અડચણરૂપ લારીને ત્‍યાંથી હટાવવા કહેતા આ લારીવાળાએ દુકાન માલિક સાથે મારપીટ કરવા ઉતરી આવેલ અને દુકાન માલિક પોતાના કામે બહાર જતા રહેલ. ત્‍યારબાદ આ લારીવાળો બીજા લોકો સાથે દુકાનમાં બેઠેલ માણસો ઉપર મારપીટ કરવા ઉતરી આવેલ. દુકાનમાં બેઠેલ બીજા વ્‍યકિતને ઢીકાપાટુનો માર મારી તેના ઉપર ચા રેડી એવી ધમકી આપી ગયેલ કે આજે તને જવા દઉં છું હવે પછી જો મને લારી ઉભી રાખવાની ના પાડીશ તો આ રોડ તારા બાપનો નથી માટે હવે ના પાડીશ તો જાનથી તને મારી નાખીશ આવી ધમકી આપેલ છે. ત્‍યારે આવા ગુંડા લોકોની સામે જ પોલીસ કડક કાર્યવાહી નહીં કરે તો આ ગામમાંવેપારીને વેપાર કરવો પણ મુશ્‍કેલ બની જશે. જો આ બાબતનો ઉકેલ નહી લાવે તો અમો તમામ ગાંધી ચિંઘ્‍યા માર્ગે જલદ આંદોલન કરીશું તેની તમામ જવાબદારી તેમની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!