સમાચાર

અમરેલીમાં આજથી વિપક્ષીનેતા પરેશ ધાનાણી દ્વારા ‘ડો. જીવરાજ જવાબ માંગે છે’ અંતર્ગત પ્રતિક ધરણા

સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની લેબોરેટરીની સુવિધાની માંગ સાથે

અમરેલીમાં આજથી વિપક્ષીનેતા પરેશ ધાનાણી દ્વારા ‘ડો. જીવરાજ જવાબ માંગે છે’ અંતર્ગત પ્રતિક ધરણા

જનતાને અકળાયેલી અમરવેલી હેશટેલ સાથે સમર્થન આપવા અનુરોધ કર્યો

અમરેલી, તા.11

રાજયને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અમરેલી જિલ્‍લાની જનતા આજે રાજયના પ્રથમ મુખ્‍યમંત્રી સ્‍વ. ડો. જીવરાજ મહેતાને યાદ કરી રહી છે. કારણ કે તેમના બાદ જિલ્‍લામાં અનેક પ્રકારની સુવિધાઓ ઉભી થઈ નથી.

દરમિયાનમાં અમરેલી ખાતે સિવિલ હોસ્‍પિટલમાં કોરોના લેબોરેટરી કાર્યરત થાય, જિલ્‍લામાં આઈશોલેશન બેડની સંખ્‍યામાં વધારો થાય તેવા ઘ્‍યેયથી અમરેલીના ધારાસભ્‍ય પરેશ ધાનાણી રવિવાર સવારથી સિવિલ હોસ્‍પિટલના પટાંગણમાં જનહિતાર્થે પ્રતિક ધરણા શરૂ કરી રહયા છે.

ભડો. જીવરાજ જવાબ માંગે છે’ અંતર્ગત પ્રતિક ધરણા કાર્યક્રમને અકળાયેલી અમરેલી દેશરંગ સાથે જિલ્‍લાની જનતાને ઓનલાઈન સહકાર આપવા વિપક્ષીનેતાએ અનુરોધ કર્યો છે.

તેઓએ અમરેલી એકસપ્રેસ સાથેની વાતચીતમાં જણાવેલ છે કેજનહિતાર્થે પ્રતિક ધરણા કાર્યક્રમ અંતર્ગત તેઓની ભાજપ સરકાર અટકાયત કરશે તો જામીન પર મુકત થવામાં નહીં આવે. જેલમાં જઈને પણ પ્રતિક ધરણા કરવાની તૈયારી દર્શાવી હતી.

error: Content is protected !!