સમાચાર

નાગેશ્રી ગામેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનાં દાગીના કબ્‍જે કર્યા

રાજકોટ ખાતે આત્‍મહત્‍યા કરી લેનારનાં ઘરે

નાગેશ્રી ગામેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનાં દાગીના કબ્‍જે કર્યા

મૃતક પાસે કેવી રીતે જથ્‍થો આવ્‍યો તેની તપાસ શરૂ

અમરેલી, તા.11

જાફરાબાદના નાગેશ્રી ગામના એક શખ્‍સે એકાદ માસ પહેલા લોકડાઉનમાં રાજકોટ ખાતે તેમના બહેનની ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટનાએ અનેક રહસ્‍ય સર્જેલ હતા. જેમાં વ્‍યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની પ્રાથમિક વિગતો જાહેર થયેલ હતી. અમરેલી પોલીસ દ્વારા મૃતકના ઘરે તપાસ કરવામાં આવતા આઠ જેટલા કોથળામાં રૂા. 1,પ6,41,800ના સોના-ચાંદીના દાગીનાનો જથ્‍થો મળી આવતા ભારે ચકચાર જાગેલ હતી. પોલીસે પંચોની રૂબરૂમાં દાગીનાનો જથ્‍થો જપ્‍ત કરી કોર્ટ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરાયાનું એસ.પી. નિર્લિપ્‍ત રાયે જણાવેલ હતું.

પ્રાપ્‍ત વિગત મુજબ વાણિયાના ઘરે કિલો મોઢે સોનુ હોવાની વાત આજે સત્‍ય બનેલ હતી. અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના વજુ શેઠના દીકરા હિતેશ વજુભાઈ ગોરડીયા નામના શખ્‍સે લોકડાઉનમાં રાજકોટ ખાતે પોતાના બહેનની ઘરે બાથરૂમમાં ફુવારા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલ હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વ્‍યાજના ચક્રમાં ફસાયેલાહોવાથી આત્‍મઘાતી પગલુ ભર્યાનું જાણવા મળેલ હતું. આ શખ્‍સ ઓછા વ્‍યાજે પૈસા લઈ દાગીના ઉપર વધુ વ્‍યાજે પૈસા આપતો હોવાની ચર્ચા થઈ રહેલ હતી.

આધેડના આપઘાત પાછળની તપાસમાં અમરેલી પોલીસે પંચોની રૂબરૂમાં બે દિવસ પહેલા તેમના ઘરની તલાશી લેવામાં આવેલ હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી આઠ જેટલા કોથળામાંથી કિલો મોઢે સોના-ચાંદીના દાગીના મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયેલ હતી. પોલીસે તમામ દાગીનાની ગણતરી કરવામાં આવેલ હતી. એસ.પી. નિર્લિપ્‍ત રાય દ્વારા જણાવવામાં આવેલ હતું કે પંચોની રૂબરૂમાં મળેલા તમામ રૂા. 1.પ6 કરોડના દાગીના કોર્ટ હવાલે કરવામાં આવશે. આપઘાત કરનારા આધેડના ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાનો આટલો મોટો જથ્‍થો ઝડપાતા ભારે ચકચાર મચેલ હતી. આ દાગીના કોના છે ? કેવી રીતે મૃતક પાસે આવેલ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. મૃતક નાગેશ્રી પંથકમાં વ્‍યાજનું મોટુ નેટવર્ક ચલાવતો હોવાની માહિતી સાંપડેલ હતી. આ દાગીના ઉપર રકમ વ્‍યાજે આપતો હોવાની વાતે જોર પકડેલ હતું.

error: Content is protected !!