સમાચાર

સુરતવાસીઓ અમરેલી ભણી અને અમરેલી જિલ્‍લો સુરત બનવા ભણી

અમરેલીમાં છેલ્‍લા 1પ દિવસથી કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્‍યા કુદકે અને ભુસકે વધી રહી છે. અમરેલી શહેર સહિત જીલ્‍લાના વિવિધ વિસ્‍તારોમાંથી રોજ નવા 8-10 કેસની નવાઈ નથી રહી. જીલ્‍લા કલેકટર અને આરોગ્‍ય તંત્રના કર્મચારીઓની સખત મહેનત છતાં કેસો ખુબ ઝડપથી વધી રહયા છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે, દર્દીઓ સારવાર માટે મોડા આવતાં હોવાથી અમરેલીમાં મૃત્‍યુ પ્રમાણ 9 ટકા જેટલું છે. અત્‍યાર સુધીમાં મળી આવેલ કેસોમાં 90 ટકા કેસોમાં ટ્રાવેલ હીસ્‍ટ્રી છે. આમ અમરેલીમાં બહારથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતાં લોકોમાંથી પોઝીટીવ કેસો આવી        રહયા છે.

સુરતમાં અત્‍યારે કોરોનાનો ઉપદ્રવ ખુબજ વધી ગયેલ છે. સુરતમાં સંક્રમણ હવે અમદાવાદથી પણ વધારે છે. બીજું હીરાના કારખાનાઓ બંધ થતાં ફરી સુરતના લોકો પોતાના વતન ભણીઆવી રહયા છે. અમરેલી જીલ્‍લામાં સુરતથી આવનાર લોકોના પ્રવાહ દિનપ્રતિદિન વધી રહયો છે. અગાઉ લોકડાઉન અને કવોરેન્‍ટાઈનની જોગવાઈના કારણે સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં અમરેલી જીલ્‍લાના વહીવટીતંત્રને સારી સફળતા મળી હતી પરંતુ, હવે પરિસ્‍થિતિ કાબુ બહાર જાય તેવા એંધાણ મળી રહયા છે. એક અંદાજ એવો છે કે, આવનાર 1 મહિનામાં રપ થી 30 હજાર લોકો સુરતથી ફરી પાછા અમરેલીમાં પ્રવેશી શકે છે. લોકડાઉનના સમયમાં ર લાખ જેટલા લોકો અમરેલીમાં આવેલ તેના કરતાં પણ આ બાબત અમરેલી માટે ખુબજ ગંભીર પરિસ્‍થિતિ ઉભી કરી શકે તેમ છે. અગાઉ સુરતમાં કોરોનાનું સંક્રમણ ઓછુ હતું. અત્‍યારે સુરતમાં રેન્‍ડમ સર્વેમાં કોરોના વાયરસનો પોઝીટીવીટી રેટ લગભગ 8 ટકા જેટલો છે. બીજા શબ્‍દોમાં સુરતમાં 100 લોકોમાં કોરોના માટે રીપોર્ટ કરવામાં આવે તો 8 ટકા જેટલી વ્‍યકિતમાં ટેસ્‍ટ પોઝીટીવ આવે. હવે રપ-30 હજાર લોકો આવનારા છે તે ધારણા સાચી પડે તો પ-6 ટકાના દરે પણ 1પ00-1800 નવા પોઝીટીવ લોકો અમરેલીમાં પ્રવેશ કરશે.

અત્‍યાર સુધીના (તા.9/7 સુધીમાં) અમરેલીમાં પોઝીટીવ આવેલ 1ર9 દર્દીઓમાંથી કુલ પ3 લોકોને ઓકિસજનની જરૂર પડી હતી. (4ર ને ઓકિસજન, 9ને  બાયપેકથી ઓકિસજન અને રને વેન્‍ટીલેટર) બીજા શબ્‍દોમાં ત્રીજા ભાગનાદર્દીઓને હોસ્‍પીટલમાં સઘન સારવારની જરૂર ઉભી થઈ હતી. અત્‍યાર સુધીમાં 9 દર્દીઓના મૃત્‍યુ થઈ ચુકયા છે. હવે આગામી 1 માસમાં જો 1પ00 થી 1800 કેસ નવા આવે તો તેમાંથી પ00 જેટલાં દર્દીઓને હોસ્‍પીટલમાં રાખવા પડે. વળી આવા ગંભીર દર્દીને સામાન્‍ય રીતે 10-1ર દિવસ તો ઓછામાં ઓછું હોસ્‍પીટલમાં રહેવું પડે. એ રીતે અમરેલીમાં આવનાર દિવસોમાં કોરોનાની ઘનિષ્ઠ સારવાર માટે 300 બેડની જરૂર પડે. સાથે સાથે આટલાં ઈન્‍ડોર દર્દીના સારવાર માટે એટલા પ્રમાણમાં એમ.ડી. ડોકટરો અને નર્સીંગ અને અન્‍ય પેરામેડીકલ સ્‍ટાફની જરૂર પડી શકે. આ ઉપરાંત ઓછામાં ઓછા 10 થી 1ર વેન્‍ટીલેટર પણ હોવા અનિવાર્ય છે. બીજી મહત્‍વની બાબત એ છે કે, સંભવિત 1પ00 કોરોના પોઝીટીવ પૈકી લગભગ પ0 ટકા દર્દીઓ કોઈપણ જાતના લક્ષણો ન ધરાવતાં હોય એ શકય છે. અત્‍યારે આવી રહેલ લોકોને તપાસવા કોઈ ચેક પોસ્‍ટ કે અન્‍ય સુવિધાના અભાવે તેમજ કવોરેન્‍ટાઈન પણ નહીં કરવામાં આવતાં હોવાથી આવા લોકો પોતાના વિસ્‍તારમાં મુકતપણે ફરતાં રહેશે અને પોતાના પરિવારથી શરૂ કરી પોતાના આજુબાજુના લોકોમાં સંક્રમણ વધારે તેવા પુરા સંજોગો છે. આમ બહારથી આવેલ આવા પોઝીટીવ દર્દીઓને કારણે અમરેલી જીલ્‍લામાં સ્‍થાનિક સંક્રમણ ખુબજ વધી જશે  અને કોરોનાના નવા દર્દીઓઉભા થશે જે હોસ્‍પીટલ પર વધારાનો બોજ બની રહેશે.

આમ, આપણો અમરેલી જીલ્‍લો હવે કોરોના મહામારીના સંદર્ભે એક એવા મકામ પર ઉભો છે કે જયાંથી સમગ્ર જીલ્‍લો ગંભીર આફતમાં સપડાય જાય તેવા એંધાણો મળી રહયા છે. આમાંથી અમરેલી જીલ્‍લો બચી શકે ખરો ? વધતાં જતાં સંક્રમણને કંટ્રોલમાં રાખી શકાય ખરૂં ? બન્‍ને પ્રશ્‍નનો જવાબ ભભહાભભ માં છે પણ તે માટે સરકારે, સ્‍થાનિક વહીવટી તંત્રે તથા જીલ્‍લાની જનતાએ કેટલાંક કડક નિર્ણયો કરવા પડે. નીચેની બાબતો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે તો અમરેલીમાં આપણે ઘણાં નવા કેસો અટકાવી શકશુ અને ઘણાં બધા મૃત્‍યુ પણ અટકાવી શકીશું.

(1) બહાર ગામથી આવતાં લોકોનું નિયંત્રણ :-

શકય હોય તો સુરતને સંપૂર્ણપણે સીલ કરી માત્ર અમરેલીમાં જ નહિં પણ ભાવનગર અને સૌરાષ્‍ટ્ર-ગુજરાતના અન્‍ય જીલ્‍લાઓમાં સંક્રમણને કાબુમાં રાખી શકાય. અત્‍યારે ગોવા-હિમાચલ પ્રદેશ જેવા રાજયો અન્‍ય રાજયોના ટુરીસ્‍ટોને કોરોનાનો રીપોર્ટ કરાવ્‍યા પછી પ્રવેશની મંજુરી આપે છે. તો આવું સુરતથી આવતાં લોકો માટે શું કામ ન કરી     શકાય ?

સુરતથી અમદાવાદમાં પ્રવેશવાના તમામ રસ્‍તાઓ પર અમદાવાદના સ્‍થાનિક તંત્રે આરોગ્‍ય કર્મી અને પોલીસોની ટીમ ખડી કરી દીધી છે જયાં આવનારનો રેપીડ કીટથીટેસ્‍ટ કરાય છે અને આ રીપોર્ટ નેગેટીવ આવ્‍યા પછી જ તેને પ્રવેશ અપાય છે. આવું અમરેલી જીલ્‍લા માટે શા કારણે ન થઈ શકે ?

(ર) અમરેલીમાં તાત્‍કાલિક ધોરણે કોરોનાના નિદાન માટે લેબોરેટરી :-

અત્‍યારે અમરેલીના શંકાસ્‍પદ દર્દીઓના સેમ્‍પલ ભાવનગર મોકલાય છે જેનો રીપોર્ટ આવતાં ર4-36 કલાકનો સમય લાગે છે. આ સમયગાળામાં શંકાસ્‍પદ તરીકે વ્‍યકિતને હોસ્‍પીટલમાં એવા વોર્ડમાં રખાય છે જેમાં નેગેટીવ અને પોઝીટીવ બન્‍ને પ્રકારના દર્દીઓ હોવાની શકયતા છે. આમાં નેગેટીવ હોય તેવી વ્‍યકિત પણ પોઝીટીવ દર્દી સાથે રહેવાથી સંક્રમણનો ભોગ બને તેવી શકયતા છે. બીજું રીપોર્ટમાં વિલંબ થતાં નિર્ણયની દર્દી અને તેના સગાંની માનસિક સ્‍થિતિ પર ખુબજ વિપરીત અસરો પડે છે.

(3) વધારાના બેડ, વેન્‍ટીલેટર અને જરૂરી મેડીકલ સ્‍ટાફની જોગવાઈ :-

ઉપર જણાવ્‍યું તે માટે દર્દીઓ માટે વધું બેડની વ્‍યવસ્‍થા ઉભી કરવી પડે અન્‍યથા સુરતમાં હાલ પોઝીટીવ આવેલ દર્દીઓને પથારી મળતી નથી તેવી પરિસ્‍થિતિ અમરેલીમાં ઉભા થતાં ઝાંઝો સમય નહિં લાગે. આવી જ સુવિધા વેન્‍ટીલેટર બાબતમાં પણ વધારવી પડશે.

(4) શરદી/તાવ/ઉધરસ વાળાં દર્દીઓ હોસ્‍પીટલમાં આવતાં ડરે નહીં :-

અમરેલીમાં મૃત્‍યુ પ્રમાણ ખુબ ઉંચુ છે જેનું સૌથી મહત્‍વનું કારણ દર્દીઓ સારવાર માટેખુબ મોડાં આવે છે. ઘણાં દર્દીઓને ડોકટર સલાહ આપે છે તો હોસ્‍પીટલ જતાં અચકાય છે. ઘણાં લોકો તાવ-શરદીની જાતે દવા લઈ લે છે. આજ પરિસ્‍થિતિ કવોરેન્‍ટાઈનની છે. ઘણાં લોકો પોતે પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્‍યા હોય તો આ વાત છુપાવે છે. જે ખુબજ જોખમી છે. આવા લોકોને સંપર્કમાં આવ્‍યા પછીના 10 થી 14 દિવસ સુધી વાયરસના કોઈ લક્ષણો આવે નહી. તેથી આવી વ્‍યકિત પોતે અન્‍ય લોકોને વાયરસનો ચેપ લગાડતાં રહે છે. એટલે લોકોએ જાતે આવાં કોઈપણ લક્ષણો હોય તો ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. તેમના પરિવારની કે તેમની જાણની અન્‍ય વ્‍યકિતને પણ આ પ્રકારની સલાહ આપવી જોઈએ.

(પ) કેટલીંક એન્‍ટી વાયરલ દવાનો સ્‍ટોક ઉભો કરવો જોઈએ :-

સુરત-અમદાવાદમાં દાખલ થયેલ દર્દીઓના સગાં હાલ કોરોનામાં ઉપયોગી કેટલીંક એન્‍ટી વાયરલ ઈન્‍જેકશનો માટે આમ તેમ દોડાદોડી કરતાં જોવાં મળે છે. આ બધી દવાના ઈન્‍જેકશનોની ખુબજ શોર્ટેજ છે. દર્દીની સ્‍થિતિ ગંભીર હોય અને ડોકટર જયારે તેનાં સગાને બોલાવી આ ઈન્‍જેકશનો લાવવાનું કહે અને પછી આ સગાંઓ અહીં તહીં આ દવા લેવા ભટકે છે. આ સમગ્ર બાબત ખુબજ પીડાજનક હોય છે. દર્દીના આપ્‍તજનો આ સમય ખુબજ ચિંતા અને ટેન્‍શનમાં પસાર કરે છે. આવનારાં દિવસોમાં આ બધી દવાઓની અમરેલીમાં જરૂરઉભી થવાના પ્રસંગો ઉભા થશે તો અત્‍યારથી તંત્ર આવી દવાઓનો સ્‍ટોક ઉભો કરે તો મૃત્‍યુ પ્રમાણ ઘટાડી શકાય.

(6) બહારગામથી આવનાર પર આડોશી પાડોશી અને સમગ્ર ગામ નજર રાખે :-

અત્‍યાર સુધીનો આપણો અનુભવ છે કે, અમરેલીમાં 90 ટકા દર્દીઓ બહારથી આવેલ લોકોમાં જ આવ્‍યા છે. આવા બહારથી આવેલા લોકો પર શહેરમાં તેની શેરી, મહોલ્‍લા, સોસાયટી તેમજ ગામડાંમાં હોય તો સમગ્ર ગામ તેના નજર રાખે. બહારથી આવેલ લોકો પણ પોતાની ફરજ સમજી જાતે જ પોતાના ઘરમાં કવોરેન્‍ટાઈન થઈ જાય. બહારગામથી આવેલ આવી કોઈપણ વ્‍યકિતને શરદી, તાવ, ઉધરસ કે અન્‍ય કોઈ લક્ષણો જણાય તો તુરત તેમને હોસ્‍પીટલે જવા સમજાવવા જોઈએ.

(7) કોરોનાના ખુબજ જાણીતાં અને કેટલાંક ઓછાં જાણીતાં લક્ષણો, ચિહ્‌નોથી લોકોને માહિતગાર કરવા જોઈએ :-

કોરોનાનો દર્દી સંપૂર્ણપણે સ્‍વસ્‍થ વ્‍યકિતની જેમ કોઈપણ લક્ષણો ન ધરાવતો હોય તેવું લગભગ પ0 ટકા થી ઉપરના લોકોમાં જોવા મળ્‍યું છે. કોરોનાના જે નવાં નવાં લક્ષણો હવે નિષ્‍ણાંતોની નજરમાં આવ્‍યાં છે તેની લોકોને માહિતિ અપાય તે જરૂરી છે. અન્‍યથા વ્‍યકિત પોતે ભ્રમમાં રહે અને સરવાળે તેનું નિદાન અને સારવારમાં ખુબ મોટો વિલંબ થાય તેવી  શકયતાંઓ છે.

કોરોનાની બિમારીના જે લક્ષણો અત્‍યાર સુધીમાં જોવા મળ્‍યાં છેતેની યાદી નીચે મુજબ છે.

તાવ, સુકી ઉધરસ, શરદી, અકારણ થાક, સુસ્‍તી, શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો / તોડ થવી, ગળામાં દુખાવો / ખારાશ, ઝાડા થઈ જવા, માથાનો દુખાવો, સ્‍વાદ- ગંધ પારખવાની શકિત ઓછી થઈ જવી,              આંખમાં બળતરાં / લાલ થઈ જવી, શ્‍વાસ ઘુંટાવો / બોલતી વખતે શ્‍વાસ ચડવો,છાતીમાં દુખાવો / ભાર લાગવો

ઉપર પૈકીનું કોઈપણ એક લક્ષણ હોય તો પણ વ્‍યકિતએ ડોકટરને બતાવવું જોઈએ.

(8) સ્‍વૈચ્‍છિક લોકડાઉન :-

આ ખુબજ આકરો અને કઠીન ઉપાય છે. અગાઉ જયારે કેસો નહીવત હતા અને અમરેલીમાં તો પ4 દિવસ સુધી એક પણ કેસ નહોતો ત્‍યારે આપણે લોકડાઉનનો અમલ કર્યો. હવે કેસો કુદકે-ભુસ્‍કે વધી રહયા છે ત્‍યારે લોકો બિન્‍દાસપણે ફરી રહયા છે. અમરેલીના રસ્‍તાઓપરની ભીડ અને ટ્રાફીક પૂર્વવત થઈ ગયા છે. અગાઉ શોસીયલ ડીસ્‍ટન્‍સીંગ માટે કરેલ સફેદ કુંડાળા હવે “શોભાના ગાંઠીયા” સમાન બની ગયા છે. શાક માર્કેટ તથા માર્કેટ યાર્ડમાં સવારે થતી શાકભાજીની હરરાજીમાં મેળા જેવા દ્રશ્‍યો જોવા મળે છે. ઘણાં બધા લોકો જાણે પોતે ભભદેવના દીધેલાંભભ હોય તેવી બેફીકરાઈથી ફરી રહયા છે. આ બધા જ દ્રશ્‍યો એક મોટી આફતના એંધાણ સમાન છે.

સરકાર કે વહીવટી તંત્ર હવે લોકડાઉનના બદલે “અનલોક”ના રસ્‍તે આગળ નીકળી ચુકયાં છે.અનલોક-1 અને અનલોક-ર એ લોકોને “અનલોક” કરવાના બદલે વાયરસને ભભઅનલોકભભ કરી દીધો છે જેના ભયાનક પડછાયા આપણી પર લંબાતા જાય છે.

લોકો ઈચ્‍છે અને ધારે તો આ સંક્રમણને કાબુમાં લાવવા “સ્‍વૈચ્‍છિક લોકડાઉનભભનો અમલ કરી શકે. બે-ત્રણ કલાક વહેલું બંધ કરવાનું કે અઠવાડીયાના એકાદ દિવસ બંધ રાખવાના ઉપાયો ભભથીંગડાભભ જેવા પુરવાર થાય. કઠીન છે પણ અમરેલીના લોકો 14 દિવસનું લોકડાઉન સ્‍વયં પર લાદે અને અગાઉ તંત્ર જે રીતે અમલ કરાવતું એવો કડક અમલ લોકો પોતે કરે તો હજુ આ સંક્રમણને આપણે કંટ્રોલ કરી શકીએ તેમ છીએ.

ઉપર સુચવેલ તમામ પગલાંઓ અને ઉપાયો જેટલી ઝડપે અમલમાં મુકાય તેટલો અમરેલીને ફાયદો થશે. મેં અગાઉ ઘણી વાર કહેલું છે કે, ભભકોરોનાની મહામારી પછી સમગ્ર માનવ જાત એક અંધકારમય ટનલ-બોગદામાં પ્રવેશી ચુકી છે. કોઈને ખબર નથી કે આ ટનલ કેટલી લાંબી છે અને કયારે એનો અંત આવશે. બધાંએ સાથે મળીને દોડતાં રહેવાનું છે. અહીં અંધારામાં કોણ આગળ છે અને કોણ પાછળ છે એ નકકી થઈ શકે તેમ નથી પણ આપણે સાથે મળી દોડતાં રહીએ, એકબીજાને સધિયારો આપતાં રહીએ. નસીબ હશે તો અચાનક આ અંધકારમય ટનલનો છેડો આવી જશે અને ફરી પાછા આપણે પ્રકાશનો દિવ્‍ય અનુભવ કરીશું. પણ ત્‍યાં સુધી થાકવું કે હિંમત હારવી તે પોષાય તેમ નથી.”

error: Content is protected !!
%d bloggers like this: