સમાચાર

વિધાનસભાની પેટા ચૂંટણી નજીકમાં હોય બગસરામાં અનેક કોંગીજનોએ કેસરીયા કર્યા

વિધાનસભાની પેટા ચૂંટણી નજીકમાં હોય ભાજપનો નગારે ઘા

બગસરામાં અનેક કોંગીજનોએ કેસરીયા કર્યા

તાલુકા પંચાયતનાં પ્રમુખ અને અનેક સદસ્‍યોએ કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ સ્‍તબ્‍ધ

ભાજપનાં કદાવર નેતાઓ દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડની હાજરી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં જિલ્‍લામાં ભાજપે તોડજોડનું રાજકારણ શરૂ કરતાં રાજકીય ભુકંપ

અમરેલી, તા. 8

ધારી-બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહયા છે ત્‍યારે ભાજપ ઘ્‍વારા આગામી ચુંટણીની તૈયારીનાં ભાગ રૂપે બગસરા શહેર અને તાલુકાના મુખ્‍ય કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ. ભાજપ ઘ્‍વારા નગારે ઘા કરીને અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે. છીન્‍ન ભીન્‍ન અને હતાશ થયેલ કોંગ્રેસ અમરેલી જિલ્‍લામાં તુટી રહી છે. ભાજપનાં દિગ્‍ગજ આગેવાન એવા ગુજરાત મ્‍યુનિસીપલ ફાઈનાન્‍સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાનાં ઈન્‍ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, રાષ્‍ટ્રીય સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, જિલ્‍લાભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ રા.ક. મંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા પંચાયતનાં વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, મનસુખભાઈ ભુવા, બાલુભાઈ તંતી, જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની, મંત્રી રાજુ ગીડા, બગસરા માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કાંતીભાઈ સતાસીયાની હાજરીમાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં સમર્થકો તેની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. જે.વી. કાકડીયાનાં સમર્થકો આજે ડી.કે, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્‍ય મુકેશભાઈ રાખોલીયા, તાલુકા પંચાયત સભ્‍ય અશોકભાઈ મકવાણા, પીઠડીયાના સરપંચ ચંદુભાઈ નાકરાણી, માવજીંજવાનાં સરપંચ જયંતીભાઈ તળાવીયા, હાલરીયાનાં સરપંચ ભરતભાઈ કોરાટ, કાગદડીનાં સરપંચ વીનુભાઈ કાનાણી, અશ્‍વિનભાઈ કોરાટ, મધુભાઈ વેકરીયા, નારણભાઈ વઘાસીયા, જયસુખભાઈ ખેતાણી, યુવા કોંગ્રેસ મહામંત્રી હરેશભાઈ રાખોલીયા, જુના વાઘણીયા ગ્રામ પંચાયત સભ્‍ય મનહરભાઈ બાબરીયા, દલપતભાઈ રાખોલીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર મયુરભાઈ વેકરીયા, પ્રીન્‍સ રાખોલીયા, વીઠલભાઈ ખોરાસીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર રમેશભાઈ ગઢીયા, જુના વાઘણીયા કોંગ્રેસ કાર્યકર અરવિંદભાઈ તળાવીયા સહિતનાં આગેવાનો કોંગ્રેસછોડી વિકાસની રાજનીતીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં હાથ મજબુત કરવા ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપનાં રમેશ સતાસીયા, મહામંત્રી વિપુલ કયાડા, મનુ પાટડીયા, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ માયાણી, પ્રવિણભાઈ રફાળીયા અને તાલુકાનાં હોદેદારો હાજર રહયા હતા. એજ રીતે બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, મહામંત્રી મુકેશ ગોંડલીયા, ભાવેશ મસરાણી, રશ્‍મીનભાઈ ડોડીઆ સહિત નગરપાલીકાનાં પ્રમુખ, અને સભ્‍યો, ભાજપનાં હોદેદારો, કાર્યકર્તાઓ હાજર રહેલ હતા.

error: Content is protected !!
%d bloggers like this: