સમાચાર

અમરેલીનાં વેપારીઓને વેરા રાહતનો લાભ લેવા જણાવાયું

સરકારની આત્‍મ નિર્ભર યોજના અન્‍વયે નગરપાલિકાના મિલ્‍કત વેરામાં રહેણાંક મિલ્‍કતોમાં 10% તેમજ કોમર્શીયલ (બિન રહેણાંક) મિલ્‍કતોમાં ર0% વળતર યોજના અમલમાં છે જે અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા રહેણાંક મિલ્‍કતોમાં 10%+પ% મળી કુલ 1પ% વળતરની સ્‍કીમ તા.31/7 સુધી અમલમાં છે. તેમજ બિન રહેણાંક (કોમર્શીયલ) મિલ્‍કતોમાં ર0%+પ% કુલ મળી રપ% વળતર સ્‍કીમ તા.31/8 અમલમાં છે. જે સ્‍કીમનો શહેરીજનો વધારેમાં વધારે લાભ મેળવે તે માટે આજે ચીફ ઓફિસર એલ.જી. હુણ, અમરેલી નગરપાલિકા તથા નગરપાલિકાના વેરા વસુલાતની ટીમ દ્વારા કોમર્શીયલ વિસ્‍તારોમાં દુકાનદારો તથા વેપારી એસોસિએશનને સમજુત કરવા રૂબરૂ મુલાકાત કરી શહેરીજનોને આ યોજનાનો મહતમ લાભ મળે તે માટે સમજુત કરવામાં આવેલ હતા. જે અંતર્ગત વેપારી મંડળના આગેવાન સંજયભાઈ વણજારા, યોગેશભાઈ કોટેચા, ચતુરભાઈ અકબરી, કેતનભાઈ સોની વિગેરેને રૂબરૂ મળી નગરપાલિકા વિસ્‍તારના તમામ વેપારી એસોસિએશનને જાણ કરવા અનુરોધ કરેલહતો.

error: Content is protected !!