સમાચાર

સાવરકુંડલાનાં માનવ મંદિરની મુલાકાત લેતા ઉર્વિબેન ટાંક

અમરેલી સહિત રાજયભરમાં સેવાકીય પ્રવૃતિ કરતા સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના પ્રણેતા પ્રેક્ષા ઉર્વિબેન ભરતભાઈ ટાંક દ્વારા નિરાધાર બહેનોને ભોજન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ સાવરકુંડલાના માનવ મંદિર ખાતે યોજાયો હતો. માનવ મંદિરના સંચાલક પૂ. ભકિતરામબાપુએ ઉર્વિબેન અને ભરતભાઈ ટાંક અને કુ. પ્રેક્ષાનું સ્‍વાગત કર્યું હતું. આ તકે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ યુવાસંગઠનના આગેવાનો વિજય માળવી, રાજુ કાચા, ગૌરાંગ સોલંકી, દિપક મોરી વિગેરે જોડાયા હતા. ઉર્વિબેન ટાંકે ઘણો સમય મનોરોગી બહેનો સાથે પસાર કરીને તેમની માનસિક સમસ્‍યા જાણવાનો પ્રયાસ કર્યો હતો અને મનોરોગી બહેનોને હિંમત, હૂંફ અને આશ્‍વાસન આપ્‍યું હતું અને ઉર્વિબેન ટાંકના આગમનથી મનોરોગી બહેનોમાં પણ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: