સમાચાર

અમરેલીનાં ડો. ચંદ્રેશ ખૂંટે 66 દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો

ડો. ભરત કાનાબારનાં 66માં જન્‍મદિને

અમરેલીનાં ડો. ચંદ્રેશ ખૂંટે 66 દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો

66 દીકરીનાં અભ્‍યાસનો ખર્ચ ભોગવશે

અમરેલી, તા. 6

જિલ્‍લા ભાજપનાં પૂર્વ અઘ્‍યક્ષ અને જાણીતા તબીબ ડો. ભરતભાઈ કાનાબાર આજે પોતાના જીવનનાં 6પ વર્ષ સંપન્‍ન કરી 66માં વર્ષમાં પ્રવેશ કરતાં અમરેલીનાં જાણીતા તબીબ ડો. ચંદ્રશ ખૂંટ તથા તેમના પરિવાર ઘ્‍વારા ડો. કાનાબારનાં 66માં જન્‍મદિન પ્રસંગે 66 દીકરીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી.

ડો. ચંદ્રેશ ખૂંટ ઘ્‍વારા જણાવાયું હતું કે, આ તમામ 66 દીકરીઓનાં ભણતરનો ખર્ચ પોતાનો પરિવાર ઉપાડશે. આમ ડો. ચંદ્રેશ ખૂંટ તથા પરિવાર હંમેશા અભ્‍યાસ કરતી દીકરીઓને હંમેશા પ્રેરણા પુરી પાડી રહૃાાં છે.

error: Content is protected !!
%d bloggers like this: