સમાચાર

‘‘કોરોના”નાં દર્દી માટે સુવિધા વધારવા માંગ

અમરેલી જિલ્‍લાની તમામ હોસ્‍પિટલમાં સારવાર મળવી જરૂરી

‘‘કોરોના”નાં દર્દી માટે સુવિધા વધારવા માંગ

જિલ્‍લાકક્ષાની એકમાત્ર સિવિલ હોસ્‍પિટલમાંથી કોરોનાનાં દર્દીને અન્‍ય શહેરોમાં મોકલવા જોખમી

રાજય સરકારે લેબોરેટરી, સ્‍ટાફની કમી, નિષ્‍ણાંતોની ટીમની વિશેષ નિમણૂંક કરવા માંગ

ભાજપનાં નિષ્ઠાવાન કાર્યકર્તા કિરીટ વામજાને સ્‍થાનિકકક્ષાએ યોગ્‍ય સારવાર ન મળતાં અમદાવાદ રીફર કરવા પડયા

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લામાં સતત કોરોનાનાં દર્દીઓનો આંક વધી રહૃાો હોય રાજય સરકારે અમરેલીની સિવિલ હોસ્‍પિટલ ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, બાબરા, ધારી, બગસરા, જાફરાબાદ સહિતનાં શહેરોમાં આવેલ સરકારી અને ખાનગી હોસ્‍પિલોમાં યુઘ્‍ધનાં ધોરણે કોરોનાની સારવાર મળી રહે તે માટે જે કાંઈ સાધનો, સવલતો અને સ્‍ટાફની જરૂર હોય તેની વ્‍યવસ્‍થા કરવા માંગઉભી થઈ છે.

હાલ અમરેલી જિલ્‍લામાં માત્ર સિવિલ હોસ્‍પિટલ અને રાધિકા હોસ્‍પિટલમાં કોરોનાનાં દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ અમુક ગંભીર સ્‍થિતિમાં દર્દીઓને રાજકોટ કે અમદાવાદ સ્‍થળાંતર કરવા પડે છે. કારણ કે અનેક સાધનો, સવલતો અને સ્‍ટાફની કમી જોવા મળી રહી છે.

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાંથી અગાઉ ડો. જાદવની તબિયત લથડતા રાજકોટ રીફર કરાયા જયાં તેઓનું થોડા દિવસો પહેલાં અવસાન થયું હતું. તેમજ અન્‍ય એક વિપ્ર વૃઘ્‍ધને પણ રાજકોટ ખાતે રીફર કરાયા હતા તેઓનું પણ અવસાન થયું હતું અને આજે ભાજપનાં કાર્યકર કિરીટ વામજાનું પણ સ્‍થળાંતર અમદાવાદ ખાતે કરાયું જયાં તેઓનું અવસાન થયું હતું.

અમરેલી જિલ્‍લામાં સતત કોરોનાનાં દર્દીઓનો આંક વધી રહૃાો હોય જિલ્‍લાની મુખ્‍ય સિવિલ હોસ્‍પિટલ ઉપરાંત તમામ શહેરોમાં આવેલ હોસ્‍પિટલમાં યુઘ્‍ધનાં ધોરણે તબીબો, પેરામેડિકલ કર્મીઓ, ઓકિસજન, વેન્‍ટીલેટર, સફાઈકર્મીઓ, બેડ, દવા સહિતની સુવિધા ઉભી કરવા માંગ ઉભી થઈ રહી છે.

error: Content is protected !!