સમાચાર

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

લાયન્‍સ કલબ ઓફ અમરેલી મેઈન દ્વારા ભોજલીયા હનુમાન મંદિર, ચકકરગઢ રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. તા.ર/7ના રોજ યોજાયેલ કાર્યક્રમ લા. પ્રમુખ અરજણભાઈ શીંગાળાના માર્ગદર્શન નીચે યોજાયેલ. આ તકે રીજીયન ચેરપર્સન લા. કાંતીભાઈ વઘાસીયા ખાસ ઉપસ્‍થિત રહેલ. ભોજલીયા હનુમાન મંદિરના વિશાળપટાંગણમાં નવા વર્ષની શરૂઆત સુંદર જુદા જુદા રોપાઓ વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ કરેલ. જે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમમાં લા. સેક્રેટરી કૌશિક હપાણી, લા. ભરતભાઈ ચકરાણી, લા. દિનેશભાઈ ભુવા, લા. ગોરધનભાઈ માદળીયા, લા. રાજુભાઈ ઝાલાવાડીયા, લા. કિશોરભાઈ મારૂ, લા. ભાવેશભાઈ નાકરાણી, લા. જતીનભાઈ સુખડીયા હાજર રહી કાર્યક્રમ સફળ બનાવેલ તેમ લા. રાજુભાઈ પરીખ કલબની યાદીમાં જણાવે છે.

error: Content is protected !!