સમાચાર

રાજમહેલનું આહ્‌લાદક દ્રશ્‍ય કેદ થયું

અમરેલીની મઘ્‍યમાં આવેલો લગભગ 18પ વર્ષ જૂનો ગાયકવાડી રાજય સમયનો રાજમહેલ આજે પણ શહેરની રાજવી ઠાઠ સાથે અમરેલીવાસીઓની ખુમારીની સાક્ષી આપતો અતિતની યાદો સાથે અડીખમ ઉભો છે. આજે વરસાદી માહોલ વચ્‍ચે ચોમાસાની મીઠી તડકીની રોશનીમાં મહેલનો સુંદર અને રમણીય નજારો જોવા મળ્‍યો હતો. જિલ્‍લા સમાહર્તાની કચેરીની બારીએથી ડોકિયુ કરી લીલાછમ વૃક્ષોની વચ્‍ચે ચમકતા રાજમહેલના આ આહલાદક દ્રશ્‍યને કચેરીના કર્મયોગીએ કેમેરામાં કેદ કર્યુ હતું.

error: Content is protected !!
%d bloggers like this: