સમાચાર

અમરેલી રોટરી ઈન્‍ટરનેશનલ કલબનાં પ્રમુખ તરીકે વસંત પેથાણીની વરણી

જિલ્‍લામાં સેવાકીય પ્રવૃત્તિઓ આગળ વધારવા

અમરેલી રોટરી ઈન્‍ટરનેશનલ કલબનાં પ્રમુખ તરીકે વસંત પેથાણીની વરણી

ઓનલાઈન શપથ ગ્રહણ કાર્યક્રમ સંપન્‍ન

અમરેલી, તા.1

રોટરી કલબ ઓફ અમરેલીમાં વર્ષ-ર0/ર1ની પ્રમુખ તરીકે રોટેરીયન વસંતભાઈ પેથાણીની વરણી કરવામાં આવેલ સાથે સેક્રેટરી તરીકે રોટે. વિનુભાઈ રતનધાયરાને જવાબદારી સોંપવામાં આવેલ છે. કોવિડ-19ના કારણે આ વર્ષે ફંકશન રાખવામાં આવેલ ન હતું. ડિસ્‍ટ્રીકટ ગવર્નર પ્રશાંતભાઈ જાનીએ નવા રોટરી કલબના પ્રમુખ રોટે. વસંત પેથાણીને સેવાકીય કાર્યો કરવા માટે શપથ લેવડાવ્‍યા અને ફેમીલી મેમ્‍બર્સ ઓન લાઈનના માઘ્‍યમથી શપથ ગ્રહણ ક્ષણના સાક્ષી બન્‍યા હતા. રોટે. વસંત પેથાણી વર્ષોથી શિક્ષણ જગતમાં જોડાયેલ છે અને રોટરી કલબના મુખ્‍ય ઉદેશ શિક્ષણ, આરોગ્‍ય અને ગરીબી નિવારણ માટેના પ્રોજેકટ કરી લોકોની સેવા કરવા એક યુવાપ્રમુખે સુકાન સંભાળતા તમામ ચાર્ટડ રોટેરીયનો, રોટેરીયન ટીમ, આર.સી.સી. મેમ્‍બરમાં હર્ષની લાગણી જોવા મળી છે. સાથે અમરેલીમાં આસિસ્‍ટન્‍ટ ગવર્નર તરીકે ચંદ્રેશભાઈ ધોળકીયા અને ઉપપ્રમુખ તરીકે હસમુખભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવેલ છે. નવા વરણી પામેલ પ્રમુખ અને સેક્રેટરીને વોટસએપના માઘ્‍યમથી શુભેચ્‍છાઓનો દોર શરૂ છે. ત્‍યારે રોટે. વસંત પેથાણીએ ઉમદા ઘ્‍યેય નકકી કરેલ છે કે લોકોની જરૂરિયાત લક્ષી અમો આ વર્ષે મુખ્‍યત્‍વે આરોગ્‍ય લક્ષી, શિક્ષણ લક્ષી સારા પ્રોજેકટ કરવા તેમજ લોકોને કાયમી લાભ મળતો રહે અને રોટરીનું નામ લોકોના હૃદયમાં સ્‍થાન પ્રાપ્‍ત કરે તેવા પ્રોજેકટ શરૂ કરી લોકોની સુખાકારી માટે કાર્યરત રહીશું તેમ રોટરી કલબ અમરેલીની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!