સમાચાર

અમરેલી જિલ્‍લાનાં કોરોનાનાં વધુ 1 દર્દીનું મોત : કુલ 7 મોત

સાવરકુંડલાનાં વંડા ગામનાં પ્રૌઢનો રિપોર્ટ પોઝિટવ આવ્‍યા બાદ મોત

અમરેલી જિલ્‍લાનાં કોરોનાનાં વધુ 1 દર્દીનું મોત

જિલ્‍લામાં કોરોનાનાં આજ સુધીમાં કુલ 7 દર્દીઓનાં મોતથી ચિંતાનો માહોલ

કોરોનાનાં દર્દીનો આંક વધતા જિલ્‍લાની જનતામાં હવે ભયનો માહોલ ઉભો થઈ રહૃાો છે

જિલ્‍લાની જનતા માસ્‍ક, સેનિટાઈઝર અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમોનું પાલન કરે તે અત્‍યંત જરૂરી

અમરેલી, તા. 30

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે વધુ એક કોરોનાનાં દર્દીનું મોત થતાં જિલ્‍લામાં કોરોનાનાં કારણે કુલ મૃત્‍યુ આંક 7 સુધી પહોંચી જતાં જનતામાં ભયનો માહોલ ઉભો થયો છે.

સાવરકુંડલાનાં વંડા ગામનાં પર વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ ગઈકાલે પોઝિઠિવ આવ્‍યા બાદ તેની સારવાર ભાવનગર ખાતે શરૂ કરવામાં આવી હતી જયાં બપોરે 4 કલાકે તેમનું અવસાન થયાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં દર્દીઓ અને મોતનો આંક વધી રહૃાો હોય અનેક શહેરોનાં વેપારીઓ સાવરકુંડલાનાં વેપારીઓની જેમ બપોરનાં રથી 3 વાગ્‍ય સુધી દુકાનો શરૂ રાખવાનું વિચારી રહૃાાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લામાં કોરોનાનો કહેર આગળ વધી રહૃાો હોય જિલ્‍લાની જનતા આરોગ્‍ય વિભાગની સુચનાઓનું પાલન કરે તે અત્‍યંત જરૂરી છે.

સાવરકુંડલામાં કુદકેને ભુસકે વધી રહેલાકોરોના કેસને કારણે આરોગ્‍ય તંત્ર અને મામલતદાર સહિતનાં અધિકારીઓ પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહૃાાં છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામે પ્રાંત અધિકારી આર.આર. ગોહિલ તથા મામલતદાર મોહબ્‍બતસિંહ પરમાર, તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. એસ.બી. મીના, ડો. મીહીર સિઘ્‍ધપુરા, તાલુકા સુપરવાઈઝર વિજયભાઈ બોરીસાગર, સંજયભાઈ મહેતા, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ, શરદભાઈ મારૂ વગેરે ઘ્‍વારા કન્‍ટેન્‍મેન્‍ટ ઝોનની સ્‍થળ પર રૂબરૂ મુલાકાત કરી લોકોને પોતાના આરોગ્‍યની તકેદારી રાખવા માટે સમજાવેલ છે.

error: Content is protected !!