સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની લેબોરેટરી શરૂ કરો : અશ્‍વિન સાવલીયા

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની લેબોરેટરી શરૂ કરો : અશ્‍વિન સાવલીયા

રાજયનાં આરોગ્‍ય મંત્રી નીતિન પટેલને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા.30

અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયાએ રાજયના આરોગ્‍ય મંત્રી નીતિન પટેલને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં અમરેલી જિલ્‍લામાં કોવિડ-19 કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ તેજીથી વધી રહયું હોય તેવાસંજોગોમાં કોરોના સંક્રમણ શંકાસ્‍પદ લોકોની લેબ ટેસ્‍ટીંગ રિપોર્ટ કરવો ખૂબ જ જરૂરી હોય પરંતુ અમરેલી જિલ્‍લામાં કોરોના વાઈરસની લેબ ટેસ્‍ટીંગ માટેની કોઈ સુવિધા ઉપલબ્‍ધ ન હોવાથી કોરોના વાઈરસનો રિપોર્ટ કરાવવા માટે અન્‍ય જિલ્‍લાઓમાં બ્‍લડ સેમ્‍પલો મોકલવા પડે છે અને તેમાં ઘણો સમય પસાર થાય છે અને પૂરતા પ્રમાણમાં લેબ રિપોર્ટ થતા ન હોય જેના કારણે લોકોને કોરોનાની સમયસર સારવાર પ્રાપ્‍ત ન થતી હોય જેથી કોરોના સંક્રમણમાં વ્‍યકિતનું મૃતયુ થાય છે. તેવા સંજોગોને ઘ્‍યાને લઈ ઉપરોકત વિષયને ટોચ અગ્રતા આપી અમરેલી જિલ્‍લાના લોકોની આરોગ્‍યની સલામતી માટે કોવિડ-19 કોરોના વાઈરસ લેબ ટેસ્‍ટીંગ લેબોરેટરીની સત્‍વરે               મંજૂરી આપી શરૂ કરાવવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!